Viral Video: નદી કિનારે મહિલાને શેલ્ફી લેવી પડી ભારે, વીડિયો જોઈ હસવું રોકી નહીં શકો

|

Dec 09, 2021 | 8:07 AM

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક ફની વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એક છોકરી કેનાલના કિનારે સેલ્ફી લઈ રહી છે પરંતુ ત્યારે તેની સાથે કંઈક એવું થાય છે. જેને જોઈને લોકો કહી રહ્યા છે, 'ક્યારેક સેલ્ફી લેવી ખરેખર મોંઘી પડી શકે છે.

Viral Video: નદી કિનારે મહિલાને શેલ્ફી લેવી પડી ભારે, વીડિયો જોઈ હસવું રોકી નહીં શકો
Woman taking selfi

Follow us on

આજકાલ લોકોમાં સેલ્ફીનો ઘણો ક્રેઝ છે. લોકોને જ્યાં પણ તક મળે છે ત્યાં તેઓ સેલ્ફી લેવાનું શરૂ કરી દે છે. ઘણી વખત સેલ્ફી લેવાના મામલે મોટી ઘટનાઓ પણ બની છે. એટલું જ નહીં, ઘણી વખત લોકો સાથે એવું બન્યું હોય છે, જેને જોઈને તમે હસવું આવ છે. આવા વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર પણ વાયરલ (Viral Videos)થાય છે.

સેલ્ફીનો આવો જ એક ફની વીડિયો ( Funny Videos)આજકાલ લોકોમાં ધૂમ મચાવી રહ્યો છે, જેને જોયા પછી તમે તમારું હાસ્ય રોકી શકશો નહીં. વીડિયોમાં એક છોકરી કેનાલના કિનારે ઊભી છે અને અલગ-અલગ પોઝમાં સેલ્ફી લઈ રહી છે,

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

પરંતુ આ દરમિયાન તેની સાથે કંઈક એવું થઈ ગયું, જેના કારણે તે સીધી કેનાલમાં પડી ગઈ. પડી રહેલી છોકરીનો આ વીડિયો (Funny Viral Videos)જોઈને લોકો પોતાનું હાસ્ય રોકી શક્યા નથી.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બ્લુ ડ્રેસમાં એક યુવતી નદી કિનારે ઉભી ફોનમાંથી સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહી છે. તે પોતાને કેમેરામાં જોઈને એટલી ખુશ થઈ જાય છે કે તે ત્યાં ડાન્સ કરવા લાગે છે.

દરમિયાન કૂદતી વખતે તેના પગનું સંતુલન બગડતાં તે કેનાલમાં પડી હતી અને પાણીમાં પડી જવાથી યુવતીનો મોબાઈલ અને ડ્રેસ સંપૂર્ણ રીતે બગડી ગયો હતો. યુવતી નહેરમાં પડી ગયા પછી, તેના ચહેરા પરના હાવભાવ સંપૂર્ણપણે બદલાઈ જાય છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર થતાની સાથે જ લોકોએ તેના પર ફની કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે કહ્યું કે દીદી આગલી વખતે સેલ્ફી લેવા માટે સો વખત વિચારશે. તે જ સમયે, અન્ય એક યુઝરે કહ્યું, ‘મહિલાને ઘણું નુકસાન થયું હશે.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર ફની કોમેન્ટ્સ કરી છે.

આ ફની વીડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર hepgul5 નામના પેજ પર પણ શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે જાણી શકાયું નથી. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ શેર અને લાઈક કરી રહ્યા છે. જો તેની લાઈક્સની વાત કરીએ તો અત્યાર સુધીમાં 9,162 થી વધુ લોકોએ તેને લાઈક કરી છે.

આ પણ વાંચો: Video: મોડાસામાં પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને મારી ભયાનક ટક્કર, અકસ્માતના દ્રશ્યો CCTV માં કેદ

આ પણ વાંચો:Crime: કોર્ટ પરિસરમાં દલીલ બાદ મહિલાને પહેલા માળેથી નીચે ફેંકી, 12 લોકો વિરૂદ્ધ નોંધાયો કેસ

Next Article