Viral Video : લગ્ન બાદ કપલે કર્યો એવો ડાન્સ કે લોકો બોલી ઉઠ્યા, ‘આમને જોઇને તો જાનૈયાઓ પણ શરમાઇ ગયા હશે’

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર 'official_niranjan_kgm' નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.  આ વીડિયો હજારો લોકો દ્વારા જોવાઇ ચૂક્યા છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Viral Video : લગ્ન બાદ કપલે કર્યો એવો ડાન્સ કે લોકો બોલી ઉઠ્યા, આમને જોઇને તો જાનૈયાઓ પણ શરમાઇ ગયા હશે
Funny viral video of groom and bride
| Edited By: | Updated on: Sep 18, 2021 | 9:35 AM

લગ્નને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ જાય છે. લગ્નની દરેક વિધિ માટે હલ્દી, મહેંદી, સંગીત, જયમાલા, વિદાયની ઘણા બધા વીડિયોઝ છે જે યુઝર્સને ખૂબ પસંદ આવે છે. આવો જ એક વીડિયો તાજેતરમાં સામે આવ્યો છે. જેમાં વર અને કન્યા બધાની સામે ડાન્સ કરતા જોવા મળે છે. જે લોકો દ્વારા સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આપણે બધા જાણીએ છીએ કે ભારતીય લગ્ન નૃત્ય, ગીતો અને રોશનીથી ભરેલા હોય છે. આ જ કારણ છે કે ભારતમાં કોઈ પણ લગ્ન ડાન્સ વગર પૂર્ણ થતા નથી. આ એક એવો પ્રસંગ છે કે જ્યાં પરિવાર અને મિત્રો ખુશ થઇને ડાન્સ કરે છે, કેટલીક વાર લગ્ન પ્રસંગ દરમિયાન વરરાજા અને દુલ્હન પણ એવું કઇક કરી દે છે કે લોકો વચ્ચે છવાઇ જાય છે. હાલમાં લગ્ન પ્રસંગનો જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઇને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે.

વાયરલ થઈ રહેલા વીડિયોને જોઈને લાગે છે કે વર અને કન્યા બંને તેમના લગ્નથી ખૂબ જ ખુશ છે. વરરાજા લગ્ન સમાપ્ત થયા પછી એટલા ખુશ હોય છે કે તે ડાન્સ કરતા જોવા મળે છે.

વર -કન્યાના આ ડાન્સને સોશિયલ મીડિયા પર ઘણા લોકો પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા લોકોએ આ પર રમૂજી ટિપ્પણીઓ પણ કરી છે. એક યુઝરે લખ્યું, ‘આ ડાન્સ જોયા પછી જાનૈયાઓ પણ શરમાઇ ગયા હશે. તો અન્ય એક યુઝરે લખ્યું, ‘એવું લાગે છે કે ભાઈના પ્રેમ લગ્ન છે.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર રમૂજી ટિપ્પણીઓ કરી છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ‘official_niranjan_kgm’ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.  આ વીડિયો હજારો લોકો દ્વારા જોવાઇ ચૂક્યા છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો –

Pakistan: પાકિસ્તાનમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ પર ગોળીઓ, ગ્રેનેડ અને રોકેટ લોન્ચર વરસાવ્યા હતા, આંતકી હુમલાને યાદ કરતા કાંપી જવાય

આ પણ વાંચો –

Technology : Google Mapsમાં અચાનક જોવા મળી ગડબડ, કોઇને હિન્દી તો કોઇને ફારસી ભાષામાં સંભળાયા કમાન્ડ

આ પણ વાંચો –

Cricket: ન્યુઝીલેન્ડ આ પહેલા પણ સુરક્ષાના કારણોસર આ પહેલા પણ પોતાના પ્રવાસ અધવચ્ચે છોડી ચૂકી છે