Viral: બિલાડીને ચડ્યો બોડી બનાવાનો શોખ ! વર્કઆઉટ જોઈ દંગ રહી ગયા લોકો

શું તમે ક્યારેય એવા પ્રાણીઓ જોયા છે કે જેઓ ફિટ રહેવાના શોખીન હોય અને તેઓ સમર બોડી મેળવવા ઇચ્છતા હોય ? સખત મહેનત કરતા હોય ? આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral: બિલાડીને ચડ્યો બોડી બનાવાનો શોખ ! વર્કઆઉટ જોઈ દંગ રહી ગયા લોકો
Cat did a great workout
| Edited By: | Updated on: Dec 07, 2021 | 11:01 AM

તમે ઘણી વાર જીમ ફ્રીક (Gym freak)માણસોને જોયા હશે, જેઓ ફિટ રહેવા માટે સખત મહેનત કરે છે, પરંતુ શું તમે ક્યારેય એવા પ્રાણીઓ જોયા છે કે જેઓ ફિટ રહેવા(Fitness freak animals)ના શોખીન હોય અને તેઓ (Summer body)સમર બોડી મેળવવા ઇચ્છતા હોય ? સખત મહેનત કરતા હોય ?

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે તમારી જાતને ફિટ રાખવા માટે જીમમાં જવાનું પસંદ કરશો. વાયરલ (Viral Videos) થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બિલાડી આરામથી સૂઈ રહી છે અને પુશ-અપ્સ કરી રહી છે. એવું લાગે છે કે બિલાડી આ રોગચાળા દરમિયાન પોતાને ફિટ રાખવાનો પ્રયાસ કરી રહી છે.

વીડિયોમાં બિલાડીએ જે રીતે કસરત કરી છે. તે પ્રશંસનીય છે, બિલાડીની આ સ્ટાઇલ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. વીડિયો જોઈને લાગે છે કે બિલાડી કસરત પ્રત્યે જાગૃત છે અને દરરોજ કસરત કરે છે. દરરોજની જેમ આજે પણ બિલાડી કસરત કરવા તૈયાર છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે 14 સેકન્ડનો આ વીડિયો જોઈને તમે ચોંકી જશો. આ વીડિયોને @FighterAKR નામના યુઝરે ટ્વિટર (Twitter)પર શેર કર્યો છે. જે કોઈ પણ વીડિયો જોઈ રહ્યા છે, તેઓને એટલો પસંદ આવી રહ્યો છે કે લોકો તેને વારંવાર જોવા માંગે છે. જેટલી વાર તમે આ વિડિયો જોશો, તમે તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો.

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે કહ્યું, ‘એવું લાગે છે કે બિલાડીને પણ સિક્સ પેક ફીવર આવી ગયો છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો એ લોકોએ જોવો જોઈએ જેઓ ખોટી એબ્સ એક્સરસાઇઝ કરે છે.’ આ ઉપરાંત, એક યુઝર્સે તેના પર ફની કમેન્ટ્સ કરી હતી. અન્ય એક યુઝરે લખ્યું કે આ વીડિયો જોયા બાદ જાણવા મળ્યું કે પ્રાણીઓ પણ ફિટ રહેવાના શોખીન છે. આ સિવાય બીજા ઘણા યુઝર્સે ફની કોમેન્ટ્સ કરી છે.

આ પણ વાંચો: બકરીએ કુતરાની કરી નાખી હાલત ખરાબ, વીડિયો જોઈ લોકોએ કહ્યું ‘કોક તો કુતરાને બચાવો’

આ પણ વાંચો: PM Matsya Sampada Yojana: આ યોજનામાં મત્સ્ય પાલનથી કરી શકાય છે સારી કમાણી, જાણો વિગતે