AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 બિલાડીઓ પોતાની પૂંછડી વડે દિલ બનાવીને પ્રેમ વ્યક્ત કરી રહી છે, જુઓ Viral Video

આ વીડિયો (Viral Video) ક્યાંનો છે તે હજુ સુધી કન્ફર્મ નથી થયું, અને દરેક ઈન્ટરનેટ યુઝર તેને જોઈને ખુબ જ હસી રહ્યા છે. આ વિડીયો જોયા બાદ એક યુઝરે કહ્યું કે, 'લવ ઇઝ ઈન ધ એર'.

2 બિલાડીઓ પોતાની પૂંછડી વડે દિલ બનાવીને પ્રેમ વ્યક્ત કરી રહી છે, જુઓ Viral Video
Cute Cats Together (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 8:24 PM
Share

આજે ઈન્ટરનેટ (Internet) પર, આપણને પ્રાણીઓના ઘણા જ સુંદર વીડિયો (Cute Animal Videos) જોવા મળે છે, જે આપણને ખૂબ આકર્ષે છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર બિલાડીઓનો એક ખુબ જ ક્યૂટ વીડિયો વાયરલ (Viral Cat Videos) થઈ રહ્યો છે. જેમાં બે બિલાડીઓ એકબીજા પ્રત્યેનો તેમનો પ્રેમ અલગ જ રીતે વ્યક્ત કરી રહી છે. પ્રેમ એ એક એવી સુંદર શક્તિ છે, જેના વિના કોઈ પણ પ્રાણી ટકી શકતું નથી, પછી તે મનુષ્ય હોય કે ચાર પગવાળું પ્રાણી. દરેક વ્યક્તિને જીવનમાં આ સુંદર લાગણીની જરૂર હોય છે.

બિલાડીઓનો આ બેહદ ક્યૂટ વિડિયો Buitengebieden નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ લોકપ્રિય એકાઉન્ટ પર આપણને વારંવાર નવા નવા ક્યૂટ વીડિયોઝ જોવા મળતા રહે છે. આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, અને ઈન્ટરનેટ યુઝર્સ આ વીડિયો પર પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

બિલાડીઓના આ ક્યૂટ વીડિયોમાં જોઈ શકાય છે કે, બે બિલાડીઓ છે, જેમાં એક કાળી છે અને બીજી બ્રાઉન છે. તે બંને રસ્તા પર સામસામે આવી રહી છે. આ સીન જોઈને એવું છે કે, જાણે કોઈ ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડને મળવા આવે છે. બંને બિલાડીઓ પહેલા આજુબાજુ જુએ છે, ત્યારબાદ એકબીજાની સામે જુવે છે. બંને બિલાડીઓ તેમની પૂંછડીઓ ખસેડીને હાર્ટ ઈમોજી બનાવે છે, અને પ્રેમ વ્યક્ત કરીને એકબીજા તરફ આગળ વધે છે. આ પછી, એક બિલાડી શરમાળ થઈને સૂઈ જાય છે.

આ વીડિયો ક્યાંનો છે તે હજુ સુધી કન્ફર્મ નથી થયું, અને દરેક ઈન્ટરનેટ યુઝર તેને જોઈને ખુબ જ હસી રહ્યા છે. આ વિડીયો જોયા બાદ એક યુઝરે કહ્યું કે, ‘લવ ઇઝ ઈન ધ એર’. જયારે બીજા યુઝરે લખ્યું કે, ‘આ વિડીયો બહુ જલ્દી 10 લાખ વ્યૂઝ મેળવશે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘પ્રેમ કરતી વખતે આસમાનની તરફ કોણ જુવે છે?’ એક નેટીઝન કહે છે કે, ‘આ વિડિયોનો કેમેરામેન લકી છે.’

આ સુંદર વિડીયો જોયા બાદ તમે શું કહેવા માંગશો ?? નીચે અમને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવશો .

આ પણ વાંચો – Funny Video: એક ભાઈએ કરી આવી રીતે કસરત, જૂઓ તેની સાથે શું થયું, જોઈને તમે પણ હસવા લાગશો

Follow Us
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">