બોટાદ પોલીસે શહેરમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું છે. બોટાદ શહેરમાં આવેલ પકાશેઠની વાડી વિસ્તારમાં રહેણાંકી મકાનમાં કુટણખાનું ચાલતું હતું. બોટાદ પોલીસે રેડ દરમ્યાન દેહવ્યાપાર કરાવતી બે મહિલા અને આઠ ગ્રાહકો મળી આવ્યા હતા. બાતમીના આધારે પોલીસે કુટણખાના પર રેડ પાડી હતી. જો કે કેટલા સમયથી આ કુટણખાનું ચાલતુ હતુ તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.
મુનાભાઈ જોગરાણા બહારથી છોકરીઓન બોલાવી પોતાના ઘરે કુટણખાનું ચલાવતો હતો. બોટાદ પોલીસે ગત સાંજના રેડ કરી હતી. પોલીસે બે મહિલાઓ, 8 શખ્સો અને કાર, બાઈક, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 10,57,720નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે 8 શખ્સો વિરૃધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(Input Credit: Brijesh Sakariya)