Breaking News : લડાકુ ફાયટર જેટ તેજસમાં પીએમ મોદીએ ભરી ઉડાન, આકાશમાં દુશ્મનોને આપી ચેતવણી

Breaking News : લડાકુ ફાયટર જેટ તેજસમાં પીએમ મોદીએ ભરી ઉડાન, આકાશમાં દુશ્મનોને આપી ચેતવણી

| Updated on: Nov 25, 2023 | 12:49 PM

પીએમ મોદીએ સરકારી હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની મુલાકાત દરમિયાન બેંગલુરુથી તેજસ ફાઈટરમાં ઉડાન ભરી છે. વડાપ્રધાન તેની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી પર ચાલી રહેલા કામની સમીક્ષા કરવા બેંગલુરુ પહોચ્યાં હતા.

પીએમ મોદીએ સરકારી હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની મુલાકાત દરમિયાન બેંગલુરુથી તેજસ ફાઈટરમાં ઉડાન ભરી છે. વડાપ્રધાન તેની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી પર ચાલી રહેલા કામની સમીક્ષા કરવા બેંગલુરુ પહોચ્યાં હતા. વડાપ્રધાન મોદી (PM MODI) એ આજે ​​બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કંપનીની મુલાકાત લીધી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સ્વદેશી તેજસ ફાઈટર એરક્રાફ્ટનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.

તેજસ ફાઈટર પ્લેનમાં વડાપ્રધાનની ઉડાન

ભારતીય વાયુસેનાએ વધુ ફાઇટર એરક્રાફ્ટ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ખરીદવાની યોજના જાહેર કરી છે. આ યોજનાના સંદર્ભમાં, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કંપની કામ કરી રહી છે, તેથી HAL ચર્ચામાં છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની બેંગલુરુ કંપનીની મુલાકાત લીધી છે.

સ્વદેશી પર ભાર

હાલના સમયમાં ભારત સ્વદેશી પર ભાર આપી રહ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં, વાયુસેનામાં સ્વદેશી બનાવટના એરક્રાફ્ટની ભરતી અંગે પણ કરાર કરવામાં આવ્યા છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કંપનીનું લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર તેજસ તેમાંથી એક છે. એટલું જ નહીં અન્ય દેશોએ પણ એલસીએચ-તેજસ ફાઈટર એરક્રાફ્ટ ખરીદવાની તૈયારી દર્શાવી છે.

કેટલાક દેશોએ તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ ખરીદવામાં રસ દાખવ્યો છે અને યુએસ ડિફેન્સ જાયન્ટ GE એરોસ્પેસે વડા પ્રધાનની યુએસ મુલાકાત દરમિયાન MK-II તેજસ માટે સંયુક્ત રીતે એન્જિન બનાવવા માટે HAL સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

Published on: Nov 25, 2023 12:17 PM