બોટાદ આરટીઓ દ્વારા વાહન ચાલકોને નોટિસ ફટકારી છે, વાહનોના ટેક્સની બાકીની રકમ માટે આરટીઓએ ઉઘરાણી કરી છે. 600થી વધારે વાહન ચાલકોને નોટીસ આપવામાં આવી છે. નોટિસ ફટકારીને 7 દિવસમાં ટેક્સ નહીં ભરે તો મિલકત જપ્ત કરવાનું નોટીસમાં કહેવામાં આવ્યું છે. વાહન ચાલકો પાસેથી ટેક્સ પેટે 1 કરોડ 4 લાખથી વધુ રૂપિયાની ઉઘરાણી બાકી છે.
મહત્વનું છે કે આરટીઓ દ્વારા નોટીસ ફટકારતા વાહન ચાલકોમાં ફફડાટ છે, ત્યારે હવે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જેમાં જો પૈસા ભરવામાં આવશે નહીં તો આરટીઓ દ્વારા વાહનોને જપ્ત કરવામાં આવશે. વાહન ચાલકો દ્વારા 1 કરોડથી વધારેનો ટેક્સ પેટે ચુકવવાના બાકી છે.
આ પણ વાંચો: Botad News: શહેરમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, બે મહિલા સહિત 8ની અટકાયત, જુઓ Video
(Input Credit: Brijesh Sakariya)