My India My Life Goals: મળો ભારતના 112 વર્ષના વૃક્ષમાતાને, જેમણે 8,000 વૃક્ષો વાવ્યા, જુઓ VIDEO

|

Aug 07, 2023 | 6:25 PM

My India My Life Goals: કર્ણાટકના મહાન પર્યાવરણવાદી અને વૃક્ષમાતા તરીકે જાણીતા સાલૂમરદા થિમક્કા આજે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. આજે તેઓ 112 વર્ષના છે અને સતત વૃક્ષારોપણ કરી રહ્યા છે. છેલ્લા 65 વર્ષથી થિમ્માક્કા સતત તેમના અભિયાનમાં વ્યસ્ત છે.

My India My Life Goals: કર્ણાટકના મહાન પર્યાવરણવાદી અને વૃક્ષમાતા તરીકે જાણીતા સાલૂમરદા થિમ્માક્કા આજે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. આજે તેઓ 112 વર્ષના છે અને સતત વૃક્ષારોપણ કરી રહ્યા છે. છેલ્લા 65 વર્ષથી થિમ્માક્કા સતત તેમના અભિયાનમાં વ્યસ્ત છે અને અત્યાર સુધીમાં 8 હજારથી વધુ વૃક્ષો વાવી ચૂક્યા છે. આ સિવાય તેણીએ 400 જેટલા વડના વૃક્ષો પણ વાવ્યા છે. તે આપણા બધા માટે ગૌરવ અને પ્રેરણા છે. 112 વર્ષ અને તેમના જીવનના 65 વર્ષ વૃક્ષો લગાવવામાં સમર્પિત રહ્યા, બધા જ પ્રોટોકલ તોડીને, જેમના આર્શીવાદ લઈને રાષ્ટ્રપતિ પણ ધન્ય થયા. આ નામ છે સાલૂમરદા થિમક્કા. જેમને લોકો પ્રેમથી વૃક્ષમાતા નામથી પણ ઓળખે છે. ઉંમરના ચોથા દશકમાં બાળક ન થવા પર તેમને ખૂબ ટોણાં સાંભળવા પડ્યા હતા અને આવામાં તેમને આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું, પરંતુ પોતાના પિતાના સહયોગથી તેમને વૃક્ષારોપણમાં જીવનની દિશા શોધી. છોડને પોતાના બાળક જેટલો પ્રેમ આપ્યો. સાલ 2019માં કર્ણાટકમાં હજારો વૃક્ષ લગાવવા માટે થિમક્કાજીને પદ્મશ્રીથી પણ સમ્માનિત કરવામાં આવ્યા.

આ પણ વાંચો : કોણ છે KANA RAM MEWADA જે પર્યાવરણ માટે કરી રહ્યા છે આ અનોખું કામ ? જુઓ VIDEO

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video