Mumbai Bus Accident Video: બે બસ વચ્ચે ભયાનક અકસ્માત, 1 ડોક્ટરનું મોત, ઘટના સીસીટીવીમાં થઈ કેદ

| Edited By: | Updated on: Jun 04, 2023 | 7:43 PM

Accident Video: વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બેસ્ટની બસ બધવાર પાર્ક પાસે પહેલાથી પાર્ક કરેલી બસને પાછળથી ટક્કર મારે છે. બસને ટક્કર માર્યા બાદ તે બસને કેટલાક મીટર સુધી આગળ ખેંચે છે.

Mumbai: મુંબઈમાં એક ભયાનક માર્ગ અકસ્માતનો વીડિયો (Accident Video) સામે આવ્યો છે. વાયરલ વીડિયો મુંબઈના કફ પરેડ વિસ્તારનો છે. જ્યાં બે બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 49 વર્ષીય ડોક્ટરનું મોત થયું છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના 3 જૂને સવારે 6.30 વાગ્યે બની હતી.

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બેસ્ટની બસ બધવાર પાર્ક પાસે પહેલાથી પાર્ક કરેલી બસને પાછળથી ટક્કર મારે છે. બસને ટક્કર માર્યા બાદ તે બસને કેટલાક મીટર સુધી આગળ ખેંચે છે. આ દર્દનાક અથડામણમાં ડૉ.બલરામ ભગવે બેસ્ટની બસના પૈડા નીચે આવી ગયા હતા. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા સમય બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

અન્ય લોકોનો પણ જઈ શકતો હતો જીવ

બસ અકસ્માતનો આ દર્દનાક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના શનિવારે સવારે બની હતી. એટલા માટે અકસ્માતમાં જાનહાનિ ઓછી છે. વહેલી સવારના કારણે રસ્તા પર બહુ ટ્રાફિક નહોતો. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર ડોક્ટર તે રસ્તાની બાજુએ ચાલી રહ્યા હતા. પાછળથી આવતી બસની ટક્કરથી તેમણે જીવ ગુમાવ્યો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો