સુરેન્દ્રનગરમાં આંગણવાડીની ભરતી માટે લાંબી લાઈન, 11 જગ્યા માટે 3 હજારથી વધુ મહિલાઓએ કરી અરજી

| Updated on: Nov 22, 2023 | 1:52 PM

સુરેન્દ્રનગરમાં આંગણવાડી કાર્યકરની ભરતી માટે લાંબી કતારો લાગી છે. આંગણવાડી વર્કરની 11 જગ્યા માટે ભરતીની જાહેરાત થઈ છે. જો કે, 11 જગ્યા માટે 3 હજારથી વધુ મહિલાઓએ અત્યાર સુધી અરજી કરી છે મામલતદાર કચેરીમાં 2 સિસ્ટમ પૈકી માત્ર એક જ સિસ્ટમ ચાલુ છે. જેથી કલાકો સુધી મહિલાઓને લાઈનોમાં ઉભું રહેવું પડે છે.

એક તરફ ભરતી માટે આંદોલન થઈ રહ્યા છે. તો બીજી તરફ ભરતી માટે કલાકોની કતારોમાં ઉમેદવારો ઉભા છે. સુરેન્દ્રનગરમાં આંગણવાડી કાર્યકરની ભરતી માટે લાંબી કતારો લાગી છે. આંગણવાડી વર્કરની 11 જગ્યા માટે ભરતીની જાહેરાત થઈ છે. જો કે, 11 જગ્યા માટે 3 હજારથી વધુ મહિલાઓએ અત્યાર સુધી અરજી કરી છે અને જરૂરી ડોક્યૂમેન્ટ મેળવવા મામલતદાર કચેરી બહાર મહિલાઓની લાંબી કતારો લાગી છે.

મામલતદાર કચેરીમાં 2 સિસ્ટમ પૈકી માત્ર એક જ સિસ્ટમ ચાલુ છે. જેથી કલાકો સુધી મહિલાઓને લાઈનોમાં ઉભું રહેવું પડે છે. વળી રહેણાંકનો દાખલો કઢાવવા માટે 3 દિવસનું મામલતદાર ઓફિસમાં વેઈટિંગ છે. ત્યારે તાત્કાલિક બંધ પડેલી સિસ્ટમ શરૂ કરવાની માગ ઉઠી છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: TRB જવાનોને નોકરીમાંથી છૂટા કરવાના આદેશને લઈ વિરોધ

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)