MONEY9: હેલ્થ ઇન્સ્યૉરન્સ પૉલિસીને લેપ્સ થતા કેવી રીતે બચાવશો?

|

Mar 17, 2022 | 6:55 PM

અનેક લોકો એવા છે જેઓ સમયસર વીમા પ્રીમિયમ ભરવાનું ભુલી જાય છે અને પછી તેમને ભારે નુકસાન ઉઠાવવું પડે છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપીશું જેનાથી તમે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસીને લેપ્સ થતા બચાવી શકશો.

અનેક લોકો એવા છે જેઓ સમયસર વીમા પ્રીમિયમ (INSURANCE POLICY) ભરવાનું ભુલી જાય છે અને પછી તેમને ભારે નુકસાન ઉઠાવવું પડે છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપીશું જેનાથી તમે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ (HEALTH INSURANCE) પૉલિસીને લેપ્સ (LAPSE) થતા બચાવી શકશો.

શું કરશો તમે?

પેમેન્ટનું ધ્યાન રાખો ઓટોમેટિક ઇસીએસના વિકલ્પ દ્વારા. તેમાં એવું થશે કે પ્રીમિયમ ભરવાની છેલ્લી તારીખે તમારા બેંક એકાઉન્ટમાંથી ઓટોમેટિકલી પૈસા કપાઇ જશે અને તમારી પૉલિસી લેપ્સ થવાથી બચી જશે. આના માટે તમે ઓટોમેટિક ઇસીએસનો ઉપયોગ કરો. પ્રીમિયમની છેલ્લી તારીખ કે તે પહેલાં જ તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાતા રહેશે.

બેંક એટીએમથી પણ તમે તમારા પ્રીમિયમની ચુકવણી કરી શકો છો. વીમા કંપનીઓનું ઘણી બેંકો સાથે ટાઇ-અપ હોય છે. બેંકોના એટીએમથી પણ તમે વીમા પ્રીમિયમની ડાયરેક્ટ ચુકવણી કરી શકો છો અને તેના માટે તમારે પૉલિસી નંબર અને ડેબિટ કાર્ડ નંબરની સાથે બેંકમાં આ સર્વિસ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

રિમાઇન્ડર સેટ કરવાનું ભુલતા નહીં

સૌથી પહેલુ કામ તો એ કરો કે તમારી બધી પૉલિસીની પ્રીમિયમની જે તારીખ છે તેનું એક લિસ્ટ બનાવો અને કઇ તારીખે કઇ પૉલિસીનું કેટલું પ્રીમિયમ ભરવાનું છે તેનું મોબાઇલમાં રિમાઇન્ડર સેટ કરી લો. તો દરેક વખતે જ્યારે પણ પ્રીમિયમ ભરવાનો વારો આવશે ત્યારે આ રિમાઇન્ડર તમને બતાવતું રહેશે.

વીમા કંપનીને તમારા ફોન અને સરનામાંની જાણકારીથી અપડેટ રાખો

ઇન્સ્યોરન્સ કંપનીઓ વીમાધારકોને પ્રીમિયમની ચુકવણી માટે લેટર, ટેક્સટ મેસેજ, ઇ-મેઇલ દ્વારા રિમાઇન્ડર મોકલે છે. પરંતુ તેના માટે જરૂરી એ છે કે તમારી બધી કોમ્યુનિકેશન ડિટેલ કંપની પાસે અપડેટેડ હોય. એટલા માટે વીમો ખરીદતી વખતે તમારૂં હાલનું સરનામું, કાયમી સરનામું, ઇ-મેઇલ આઇડી અને ફોન નંબર વગેરે આપવો જોઇએ. અને જો તેમાં કોઇ ફેરફાર છે તો તેની જાણકારી પણ આ કંપનીઓને જરૂર આપો.

ગ્રેસ પીરિયડ ન ચૂકો

જો તમે અંતિમ તારીખ સુધી પણ ચૂકી જાઓ છો તો ઓછામાં ઓછું તમારે ગ્રેસ પીરિયડનો ખ્યાલ તો રાખવો જ જોઇએ. ગ્રેસ પીરિયડ 15 થી 30 દિવસનો હોય છે અને પ્રીમિયમની જે ડેટ છે તેને જો તમે ચૂકી જાઓ છો તો ગ્રેસ પીરિયડ ત્યારે પણ તમારી પૉલિસીને બચાવી શકે છે. એટલે કે ગ્રેસ પીરિયડ દરમિયાન પેમેન્ટ કરો.

મની9ની સલાહ

છેલ્લી તારીખ કે તેની પહેલા જ પ્રીમિયમની ચુકવણી કરી દો. મહત્તમ ગ્રેસ પીરિયડવાળી પૉલિસી ખરીદો. ગ્રેસ પીરિયડના ભરોસે બિલકુલ ન રહો. તેની પહેલા જ ચુકવણી કરવાની આદત પાડો.

આ પણ જુઓ

વીમા એજન્ટને પૂછો કેટલાક જરૂરી સવાલ

આ પણ જુઓ

Health Insurance: ઓછા પ્રીમિયમમાં કેવી રીતે મેળવશો વધારે કવર

Next Video