MONEY9: મોંઘવારીના ભસ્માસુરને નાથવો છે ? તો બેન્ક FDમાં નહીં, માર્કેટમાં આવો !

|

Mar 09, 2022 | 5:26 PM

ઘણા લોકો સારું વળતર મેળવવા માટે બેન્કમાં FD કરાવે છે, પરંતુ શું તમને ખબર છે કે, FDમાં મળતું વ્યાજ મોંધવારીના દર કરતાં પણ ઓછું છે? તો રોકાણ માટે FD કરતાં બીજો એક સારો વિકલ્પ બની શકે છે, સારા ડિવિડન્ડવાળા શેરમાં રોકાણ.

તમને શેરબજાર (STOCK MARKET)નો અનુભવ નથી અને ઓછી આવકમાં પણ સંતોષ છે, તો તમે તમારા રોકાણ (INVESTMENT) પર વળતર મેળવવા માટે બેન્ક એફડી જેવો વિકલ્પ અપનાવી શકો છો. પરંતુ બેન્ક એફડી પર મળતા વ્યાજથી તમે મોંઘવારીના ભસ્માસુરનો સામનો નહીં કરી શકો. જો તમારે તમારા રોકાણ પર સારું વળતર જોઇતું હોય તો તમારે શેરબજારમાં આવવું જોઇએ અને તેમાં પણ સારું ડિવિડન્ડ (DIVIDEND) આપતી હોય તેવી કંપનીઓમાં રોકાણ કરવું જોઇએ.

કંપનીઓ રોકડ અથવા શેરના સ્વરૂપમાં ડિવિડન્ડ ચૂકવી શકે છે. મોટા ભાગની કંપનીઓ તેને રોકડમાં ચૂકવવાનું જ પસંદ કરે છે. ડિવિડન્ડની જાહેરાત કંપનીઓ ત્રિમાસિક, છમાસિક અથવા વાર્ષિક આધારે કરે છે. સામાન્ય રીતે, કંપનીઓ નાણાકીય પરિણામોની જાહેરાત વખતે ડિવિડન્ડ જાહેર કરે છે.

ડિવિડન્ડની યીલ્ડને સમજવાનું પણ અત્યંત જરૂરી છે. ડિવિડન્ડ યીલ્ડથી જ ખબર પડે છે કે શેરધારકોને ડિવિડન્ડના સ્વરૂપમાં વાસ્તવમાં કેટલી રોકડ મળી રહી છે. ડિવિડન્ડ યીલ્ડ કાઢવા માટે
પ્રતિ શેર જાહેર ડિવિડન્ડને શેરના ભાવથી ભાગી નાખો અને 100થી ગુણી નાખો. ઉદાહરણ દ્વારા સમજીએ, જો કોઈ કંપનીએ પ્રતિ શેર 12 રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું અને કંપનીના શેરનો ભાવ 120 રૂપિયા છે તો ડિવિડન્ડ યીલ્ડ 12 ભાગ્યા 120 ગુણ્યા 100 એટલે કે 10 ટકા થશે.

આ પણ જુઓ

જીવન વીમામાં સમજો ‘રાઇડર’નો ખેલ

આ પણ જુઓ

ગિફ્ટ પર કેવી રીતે લાગે છે ટેક્સ? કયા સંજોગોમાં નથી લાગતો ટેક્સ?

 

 

Next Video