મારા ગણેશ માટીના ગણેશ: રાજ્ય કક્ષાના પ્રધાન મનિષા વકીલ TV9ના અભિયાન સાથે જોડાયા અને માટીની મુર્તિ બનાવી
મારા ગણેશ માટીના ગણેશ

મારા ગણેશ માટીના ગણેશ: રાજ્ય કક્ષાના પ્રધાન મનિષા વકીલ TV9ના અભિયાન સાથે જોડાયા અને માટીની મુર્તિ બનાવી

| Edited By: | Updated on: Aug 30, 2022 | 5:39 PM

'મારા ગણેશ માટીના ગણેશ', આ કાર્યક્રમ અંતર્ગત TV9 ગુજરાતી દ્વારા માટીના ગણેશ બનાવવામાં આવશે, જે તમે જોઇને જાતે પણ ઘરે ગણપતિ બનાવી શકો છો, આ કાર્યક્રમથી ઇકોફ્રેન્ડલી ગણપતિની મુર્તિ બનાવાની લોકોને પ્રેરણા મળશે.

રાજ્યભરમાં ગણેશોત્સવ (Ganesh Utsav)ની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી 31 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશ ઉત્સવની શરૂઆત થશે. દર વખતની જેમ આ વખતે પણ પીઓપી કે કોઈ હાનિકારક વસ્તુથી ગણેશની મુર્તિ (Ganesha Idols) બનાવા પર પ્રતિબંધ છે, આ સંદર્ભને ધ્યાનમાં લઈને TV9 ગુજરાતી એક ખાસ અભિયાન ચલાવી રહ્યુ છે ‘મારા ગણેશ માટીના ગણેશ’, આ કાર્યક્રમ અંતર્ગત TV9 ગુજરાતી દ્વારા માટીના ગણેશ બનાવવામાં આવશે, જે તમે જોઈને જાતે પણ ઘરે ગણપતિ બનાવી શકો છો, આ કાર્યક્રમથી ઈકોફ્રેન્ડલી ગણપતિની મુર્તિ બનાવાની લોકોને પ્રેરણા મળશે.

‘મારા ગણેશ માટીના ગણેશ’, આ કાર્યક્રમ અંતર્ગત આજે રાજ્ય કક્ષાના પ્રધાન મનિષા વકીલ આ અભિયાનમાં TV9 ગુજરાતી સાથે જોડાયા હતા. મનિષા વકીલ જણાવ્યુ કે માટીના ગણેશનો કોન્સેપ્ટ પર્યાવરણની જાળવણી માટે ખુબ લાભદાયક છે,વધુમાં તેમણે જણાવ્યુ કે આ મુર્તિ પરિવાર સાથે મળીને બનાવી શકાય છે, બાળકોને આના કારણે પ્રવૃતિ મળે છે અને શીખવા પણ મળે છે. જાતે બનાવેલી મુર્તિમાં શ્રદ્ધા ઉમેરાય છે. ભગવાન પ્રત્યેનો ભાવ વધી જાય છે અને જાતે મનાવેલી મુર્તિનું વિસર્જન પણ સરળ હોય છે, આ માટી પછીથી ફુલ છોડમાં નાખીને તેનાથી પણ પર્યાવરણને શુદ્ધ રાખવામાં મદદ મળે છે.

માટીના ગણેશ ઈકો ફ્રેન્ડલી હોવાની સાથે ઘરગથ્થુ વસ્તુઓના ઉપયોગથી બનાવામાં આવતા હોવાથી તેમાં ખર્ચ પણ થતો નથી અને શ્રદ્ધાપુર્વક બનાવેલી મુર્તિમાં ભાવ પણ હોય છે. આ કારણથી TV9 ગુજરાતી ઘરે જ માટીના ગણેશ બનાવા માટે પ્રોત્સાહન આપે છે, જેથી પ્રદુષણ પણ ન ફેલાય અને ભગવાન પ્રત્યેનો ભાવ પણ જળવાયેલા રહે. આથી તમે પણ ઘરે જ બનાવો ‘મારા ગણેશ માટીના ગણેશ.