પુણેની (Pune) સૌથી મોટી ફેશન એક્સ્ટ્રાવેગેન્ઝા, ‘પુણે ટાઇમ્સ ફેશન વીક’ની (Pune Times Fashion Week) શરૂઆત ગત તા.01/04/2022ના રોજ રાત્રે ધમાકેદાર સંગીત અને બોલિવૂડની સ્ટાર્સની ચમક સાથે થઈ છે. જ્યારે પહેલો દિવસ ડિઝાઇનર નિવેદિતા સાબૂના ઉત્કૃષ્ટ કલેક્શનના રૂપમાં સુંદર ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝનનો સાક્ષી બન્યો, જેમાં બોલિવૂડ કલાકારો જીમ સરભ અને એશા ગુપ્તાએ રેમ્પ પર શાનદાર રેમ્પ વોક કર્યું હતું. આ ફેશન શોના બીજા દિવસે બોલિવૂડની સ્ટનર, મલાઇકા અરોરા (Malaika Arora) સાથે થઈ હતી. આ ફેશન વીકની શો સ્ટોપર ખરા અર્થમાં મલાઇકા અરોરા જ જોવા મળી હતી.
છટાદાર શરીર અને મનમોહક શૈલી સાથે ફિટનેસ લવર, મલાઈકાએ તેની અદાઓથી દરેકને સ્તબ્ધ કરી દીધા હતા. તેણીએ એક લોકપ્રિય ભારતીય લક્ઝરી કન્ટેમ્પરરી ડિઝાઈનર હાઉસ ‘સંજેવ મારવાહા’ના ખાસ કલેક્શન માટે શોસ્ટોપર બની હતી. બેઇજ કલરના લહેંગા-ચોલીમાં ખૂબ જ સુંદર લાગતી મલાઈકાએ દરેકને તેના હાસ્યથી પ્રભાવિત કર્યા હતા.
મલાઇકાએ તેનો આ શાનદાર લૂક ‘મેસ્સી બન હેરસ્ટાઇલ’ અને ડાયમંડ નેકપીસ વડે પૂર્ણ કર્યો હતો. તેણીએ સ્મોકી આઈ મેકઅપ પર પસંદગી ઉતારી હતી. હાલમાં, સોશિયલ મીડિયા પર તેણીના આ રેમ્પવોકના વિડિયોઝ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
આ ડિઝાઇનરનું કલેક્શન ‘હુનર’ એ આપણા સમૃદ્ધ કલાત્મક વારસા અને હાથથી બનાવેલી લક્ઝરીને મારવાહા હાઉસ દ્વારા અપાયેલી કાવ્યાત્મક અંજલિ છે. સુપ્રસિદ્ધ ફેશન લેબલે ભારતના વિવિધ ભાગોમાંથી અનોખા ભરતકામ કૌશલ્યની શોધ કરવાનો પ્રયાસ કર્યો છે. આ કલેક્શનમાં, ડિઝાઇનરનો ઉદ્દેશ્ય આ આઉટફિટ કેપ્સ્યુલમાં નાજુક હેન્ડલૂમ વણાટ, જટિલ પ્રિન્ટીંગ ટેકનિકથી લોકોને માહિતગાર કરવાનો છે. આ કલેકશનમાં, જૂના સમયના ફેશન સિલુએટ્સને આધુનિક લેન્સ સાથે ફરીથી કલ્પના કરવામાં આવે છે.
ધ વેસ્ટિન, કોરેગાંવ પાર્ક, પુણે ખાતે યોજાનારી સ્પ્રિંગ સમર ફૅશનમાં ઈન્ડો-વેસ્ટર્ન, ફ્યુઝન કન્ટેમ્પરરી રેડી ટુ વિયર કલેક્શન માટે ઉત્કૃષ્ટ રીતે તૈયાર કરાયેલા લક્ઝરી સુટ્સ અને ઘણા વધુ વિશિષ્ટ કલેક્શન પ્રદર્શિત થવાના છે. આ ફેશન શોમાં ભાગ લેનારા કેટલાક અન્ય ડિઝાઇનરોમાં, વિક્રમ ફડનીસ, પ્રણિતા બાંદેકર, સાલુંકે રિંકી પારખ, શ્રુતિ મંગાયશ વગેરેનો સમાવેશ થાય છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો