Maharashtra Latest News: નાંદેડની સરકારી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 31ના મોત, નારાજ શિવસેના સાંસદે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું, જુઓ Video

|

Oct 04, 2023 | 8:18 AM

 શિવસેનાના સાંસદ પાટીલે આ અંગે જણાવ્યું હતું કે સરકાર આરોગ્ય વિભાગ માટે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે. અહીંની હોસ્પિટલની હાલત જોઈને દુઃખ થાય છે. કેટલાય મહિનાઓથી ટોઈલેટની સફાઈ કરવામાં આવી નથી. આ શૌચાલયોમાં પાણી પણ નથી. મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં 48 કલાકની અંદર 31 દર્દીઓના મોતની ઘટના બાદ મહારાષ્ટ્રમાં આ મુદ્દો ચર્ચાની એરણ ચઢ્યો છે. વિપક્ષ દ્વારા સરકારી સિસ્ટમ સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે તો આ ઘટનાને લઈને મહારાષ્ટ્ર સરકારના સમગ્ર આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

આ ઘટમાળ વચ્ચે શિંદે જૂથના શિવસેના સાંસદ હેમંત પાટીલ હોસ્પિટલની મુલાકાત લેવા પહોંચ્યા હતા. સરકારી હોસ્પિટલના પરિસરમાં ફેલાયેલી ગંદકી જોઈને સાંસદ હેમંત પાટીલે પિત્તો ગુમાવ્યો હતો કેમકે હોસ્પિટલના શૌચાલય ગંદકીથી ભરેલા હતા.

સાંસદે સરકારી હોસ્પિટલના ડીન શ્યામરાવ વાકોડેને બોલાવ્યા અને તેમને ટોયલેટ સીટ સાફ કરવા કહ્યું. સાંસદે શું કહ્યું તેનો વિલંબ કર્યા વિના હોસ્પિટલના ડીને ઝાડુ ઉપાડ્યું અને ટોયલેટ સીટ સાફ કરવાનું શરૂ કર્યું. હોસ્પિટલના બાકીના તબીબો પણ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. ડીન અને અન્ય ડોકટરોને શૌચાલયની સફાઈ કરતા જોઈને સાંસદ હેમંત પાટીલે પણ તેમને સમર્થન આપવાનું શરૂ કર્યું.

મહિનાઓથી શૌચાલયની સફાઈ કરવામાં આવી નથી

Next Video