Madhya Pradesh: તોફાની નદીની વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ જોઈ તમારો પણ જીવ થશે અધ્ધર

|

Jun 11, 2021 | 8:40 PM

નદીમાં અચાનક આવેલા તોફાનને કારણે નિર્માણાધીન પુલ પર સુતેલા કેટલાક લોકો ફસાઈ ગયા. ફસાઈ ગયેલા લોકોને બચાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

Pre Monsoon Rain: દેશના કેટલાક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મધ્યપ્રદેશના ભોપાલમાં પણ ભારે વરસાદ છે. સતત વરસાદ વરસવાને કારણે સુનાર નદીમાં ઘોડાપુરની સ્થિતી છે. નદીનું જળસ્તર પણ વધી ચૂક્યુ છે. નદીમાં અચાનક આવેલા તોફાનને કારણે નિર્માણાધીન પુલ પર સુતેલા કેટલાક લોકો ફસાઈ ગયા. ફસાઈ ગયેલા લોકોને બચાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

 

મળતી માહિતી અનુસાર આ પુલ મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં બની રહ્યો છે. પ્રી-મોનસૂનના કારણે સાગર સહિત કેટલાક જિલ્લાઓમાં પાછલા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. ગુરુવારે રાત્રે કેટલાક મજૂરો આ બની રહેલા પુલના પીલર પર સુઈ ગયા હતા. સવારે ઉઠીને તેમણે જોયુ તો તેઓ ચોંકી ગયા. નદીમાં અચાનક જ જળ સ્તર વધી ગયુ હતુ. જ્યારે આસપાસના લોકોને સુચના મળી કે મજૂરો પુલ પર ફસાઈ ગયા છે તો તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી.

 

ફસાયેલા મજૂરોને સુરક્ષિત બહાર લાવવા માટે દોરડું બાંધવામાં આવ્યું અને જીવના જોખમે આ મજૂરો દોરડા પર ચાલીને બહાર આવ્યા. તેમના જોખમી રેસ્ક્યૂનો આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ શેયર થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો ચોંકી ઉઠ્યા છે. રેસ્ક્યૂની પ્રક્રિયા એટલી જોખમી હતી કે ત્યાં હાજર લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતો તો હવે સૌથી પહેલા તમે આ વીડિયો જુઓ.

 

કહેવામાં આવી રહ્યુ છે કે આ પુલ રહેલી ક્ષેત્રના સૂર્ય મંદિર ઘાટ પર બની રહ્યો છે. ગુરુવાર રાતથી જ સાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આવી એક અન્ય ઘટના પણ મધ્ય પ્રદેશમાંથી સામે આવી છે. જ્યાં સુનાર નદીમાં અચાનક પૂર આવવાથી એક ટેકરી પર કેટલાક બાળકો ફસાઈ ગયા હતા. બાળકોને જોઈને નદી કિનારે ગામના લોકોની ભીડ જમા થઈ ગઈ અને ભારે જહેમત બાદ આ બાળકોને પોલીસ અને રેસ્ક્યૂ ટીમની મદદથી બચાવી લેવામાં આવ્યા.

 

આ પણ વાંચો – Ahmedabad: BU પરમિશનના નિયમો સામે ઉભા થયા અનેક સવાલો, એક જ બિલ્ડિંગમાં બિયુ મામલે અલગ અલગ ધારાધોરણોથી વેપારીઓ મૂંઝાયા

 

આ પણ વાંચો – Corona Vaccine wastage : રસીનો બગાડ ઓછો કરવા કેન્દ્રનો રાજ્યોને નિર્દેશ, રસીની શીશી ખોલ્યા બાદ ચાર કલાકમાં થવો જોઈએ ઉપયોગ

 

Next Video