લિજેન્ડ્સ ક્રિકેટ લીગની ક્વોલિફાયર-1 માટે હરભજનસિંહ અને સુરેશ રૈનાની ટીમ સુરત આવી પહોંચી, જુઓ વીડિયો
લિજેન્ડ્સ લીગમાં 5 ડિસેમ્બરે એટલે કે આજે મણિપાલ ટાઈગર્સ અને અર્બનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર-1 રમાશે. જેને લઈને હરભજનસિંહ અને સુરેશ રૈનાની ટીમ સુરત આવી પહોંચી. લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે. 6 ડિસેમ્બરે આ લીગની એલિમિનેટર રમાશે, તો 7 ડિસેમ્બર ક્વોલિફાયર-2 રમાશે. જ્યારે આ લીગની ફાઈનલ મેચ 9 ડિસેમ્બરે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં જ રમાવાની છે.
લિજેન્ડ્સ ક્રિકેટ લીગની ગ્રુપ સ્ટેજની મેચો 18 નવેમ્બરથી શરૂ થઈ હતી. આ લીગ હવે અંતિમ ચરણમાં પહોંચી છે. ત્યારે સુરતમાં તેના ક્વોલિફાયર, એલિમિનેટર અને ફાઇનલ મુકાબલા રમાવાના છે. સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં ખાતે આ તમામ મેચ રમાવાની છે. લિજેન્ડ્સ T20 મેચને લઈ ક્રિકેટરોની ટીમ સુરત આવી પહોંચી છે.
લિજેન્ડ્સ લીગમાં 5 ડિસેમ્બરે એટલે કે આજે મણિપાલ ટાઈગર્સ અને અર્બનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર-1 રમાશે. જેને લઈને હરભજનસિંહ અને સુરેશ રૈનાની ટીમ સુરત આવી પહોંચી. લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે. 6 ડિસેમ્બરે આ લીગની એલિમિનેટર રમાશે, તો 7 ડિસેમ્બર ક્વોલિફાયર-2 રમાશે. જ્યારે આ લીગની ફાઈનલ મેચ 9 ડિસેમ્બરે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં જ રમાવાની છે.
Published on: Dec 05, 2023 05:52 PM