કોણ છે Kana Ram Mewada જે પર્યાવરણ માટે કરી રહ્યા છે આ અનોખું કામ ? જુઓ VIDEO

author
| Edited By: | Updated on: Jul 03, 2023 | 9:40 PM

My India My Life Goals: કાનારામ મેવાડા પ્લાસ્ટિકનું ડોર ટુ ડોર કલેક્શન કરવાનું શરુ કર્યું છે. કાનારાવ મેવાડા કહે છે કે આપણે સૌ આગળ વધીએ અને આપણા દેશને સ્વચ્છ અને સુંદર બનાવીએ.

My India My Life Goals: પ્લાસ્ટિક આ ધરતીનો દુશ્મન છે, જેને આપણે સૌ આપણા ઘરમાં સાચવીને રાખ્યો છે. કાનારામ મેવાડાને સૌ લોકો કાનજી ચા વાળા તરીકે ઓળખે છે. આજે દુનિયામાં આપણા ભારતમાં પ્લાસ્ટિકના મોટા મોટા પહાડો બની રહ્યા છે.

સરકાર પણ આ માટે કામ કરી રહી છે અને નગરપાલિકા પણ સાફ સફાઈ કરી રહી છે, પરંતુ તે તેનો કોઈ ઉકેલ નથી. પ્લાસ્ટિકને લઈ કાનારામ મેવારાએ એક નવી શરુઆત કરી છે, જે રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઘરમાંથી નીકળતા વેફર્સના પેકેટ, દુધના પેકેટ કે પછી કપ કોઈ પણ પ્રકારના પાઉચ હોય છે, પાણીની બોટલ કે પછી તેલના પાઉચ જેનું તેઓ ડોર ટુ ડોર કલેક્શન કરવાનું શરુ કર્યું છે.

દર મહિને તેઓ સ્કિમ ચેન્જ કરે છે કે તમે એક કિલો વેસ્ટ પ્લાસ્ટિક આપો અને આકર્ષક ઈનામ મેળવો દર મહિને મારી પાસે 200 કિલોથી વધુ પ્લાસ્ટિક આવે છે અને આ જથ્થો ધીમે ધીમે વધી રહ્યો છે લોકો તેમને પ્લાસ્ટિક આપી રહ્યા છે. તેઓ ક્લીનઅપ પ્રોગ્રામ પણ કરે છે. લોકો પર્યાવરણને સમજે છે અને પ્લાસ્ટિક બહાર ફેંકતા નથી. આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે અને આપણા દેશને આઝાદીના 75 વર્ષ પૂરા થઈ ગયા છે. ચાલો આપણે સૌ આગળ વધીએ અને આપણા દેશને સ્વચ્છ અને સુંદર બનાવીએ. જુઓ આ વીડિયો

Published on: Jul 03, 2023 05:16 PM