શ્રી કૃષ્ણનું અનોખું મંદિર, સમયસર ભોગ ન ધરાવવામાં આવે તો પાતળી પડી જાય છે મૂર્તિ

|

Aug 31, 2024 | 2:44 PM

દેશભરમાં ભગવાન કૃષ્ણના અનેક મંદિરો છે. જેનું અલગ મહત્વ છે. પરંતુ દક્ષિણ ભારતના કેરળ રાજ્યના તિરુવરપ્પુમાં ભગવાન કૃષ્ણનું વિશેષ મંદિર છે. જે તિરુવરપ્પુ શ્રી કૃષ્ણ સ્વામી મંદિર તરીકે પણ ઓળખાય છે. એવું મનાય છે કે ભગવાન સહેજ પણ ભૂખ સહન કરી શકતા નથી. જો તેમને સમયસર ભોગ ના ચઢાવવામાં આવે તો ભગવાનની મૂર્તિ પાતળી પડવા લાગે છે.

ભારતને આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે, કારણ કે અહીં ઘણા ચમત્કારી અને રહસ્યમય મંદિરો છે, જે દેશ અને દુનિયામાં ખૂબ પ્રખ્યાત છે. દેશભરમાં ભગવાન કૃષ્ણના અનેક મંદિરો છે. જેનું અલગ મહત્વ છે. પરંતુ દક્ષિણ ભારતના કેરળ રાજ્યના તિરુવરપ્પુમાં ભગવાન કૃષ્ણનું વિશેષ મંદિર છે. જે તિરુવરપ્પુ શ્રી કૃષ્ણ સ્વામી મંદિર તરીકે પણ ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે આ પ્રખ્યાત મંદિર લગભગ 1500 વર્ષ જૂનું છે.

એવું મનાય છે કે ભગવાન સહેજ પણ ભૂખ સહન કરી શકતા નથી. જો તેમને ભોગ ના ચઢાવવામાં આવે તો ભગવાનની મૂર્તિ પાતળી પડવા લાગતી હોવાની માન્યતા છે. તેથી તેમને દિવસમાં ઓછામાં ઓછા 10 વખત પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ મંદિરના દરવાજા 24 કલાકમાં માત્ર 2 મિનિટ માટે બંધ રહે છે. 11.58 મિનિટે બંધ થયા પછી, બરાબર 2 મિનિટ પછી 12 વાગ્યે દરવાજા ખોલવામાં આવે છે.

Next Video