જીજ્ઞેશ મેવાણીની મુશ્કેલીમાં વધારો, આસામની કોર્ટે જામીન નામંજુર કર્યા

|

Apr 25, 2022 | 2:21 PM

જીજ્ઞેશ મેવાણીને પાલનપુરથી ધરપકડ કરીને આસામ (Assam) લઈ જવામાં આવ્યા હતા, જ્યારં તેમને કોર્ટમાં રજૂ કરી પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ટ પૂરા થતાં આજે ફરી જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી.

જીજ્ઞેશ મેવાણી (Jignesh Mevani) ની મુશ્કેલીમાં વધારો થયો છે. આજે જામીન (bail) માટે આસામમાં કોકરાજારની કોર્ટે (Court) માં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેના જામીન નામંજુર કરાયા હતા. આ અગાઉ પાલનપુરથી ધરપકડ કરીને તેમના આસામ (Assam) લઈ જવામાં આવ્યા હતા, જ્યારં તેમને કોર્ટમાં રજૂ કરી પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ટ પૂરા થતાં આજે ફરી જામીન માટે કોર્ટમાં અરજી કરતાં કોર્ટે જામીન નામંજુર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, આસામ પોલીસે બનાસકાંઠાના પાલનપુર ખાતેથી વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની મોડી રાત્રે ધરપકડ કરી હતી. આસામ પોલીસે જીજ્ઞેશ મેવાણીની આજે ગુરુવારે વહેલી સવારે અમદાવાદથી આસામ લઈ જવા રવાના થઈ હતી. જીજ્ઞેશ મેવાણીએ કરેલા ટ્વીટ મામલે ધરપકડ કરાઈ હોવાનું સૂત્રોનુ કહેવુ છે.

જીજ્ઞેશ મેવાણીને આસામના જિલ્લા મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે હાજર કરાયા હતા. જ્યાં પોલીસે 14 દિવસના રિમાંડ માંગ્યા હતા પરંતુ કોર્ટે 3 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે પાલનપુર સર્કિટ હાઉસમાંથી જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી હતી.જિજ્ઞેશ મેવાણીને પાલનપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેને રોડ મારફત અમદાવાદ લાવવામાં આવ્યા હતા.અહીંથી તેમને મધરાતે વિમાન મારફત આસામ લઈ જવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રોએ નામ ન આપવાની શરતે ANIને જણાવ્યું કે, “IPC 295(A) હેઠળ મેવાણી દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક ગુનો ધર્મની લાગણીઓનું અપમાન છે. પોતાના ટ્વીટ દ્વારા તેણે નાથુરામ ગોડસેની તુલના ભગવાન સાથે કરી હતી.તમને જણાવી દઈએ કે નાથુરામ ગોડસે મહાત્મા ગાંધીનો હત્યારો હતો. મેવાણીની ટીમના જણાવ્યા અનુસાર, આસામની પોલીસ ટીમે બુધવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે બનાસકાંઠાના પાલનપુર સર્કિટ હાઉસમાંથી મેવાણીને કસ્ટડીમાં લીધો હતો.

આ પણ વાંચોઃ હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે તાપીમાં કોંગ્રેસની રેલીમાં હાજરી આપી સરકાર પર પ્રહારો કર્યા

આ પણ વાંચોઃ દહેજના ઉદ્યોગો માટે જમીન સંપાદન બાદ ગૌચર અને રોજગારીના વાયદા પૂર્ણ ન થતા ગ્રામજનો રસ્તા ઉપર ઉતર્યા

Published On - 1:54 pm, Mon, 25 April 22

Next Video