Israel Hamas War: ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 1665 લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે ઈઝરાયેલમાં 900 લોકોના મોત થયા છે, જ્યારે 2300 લોકો ઘાયલ થઈ ગયા છે. જ્યારે ગાઝા પટ્ટી પર 765 લોકોના મોત થયા છે અને 3726 લોકો ઘાયલ થયા છે.
હમાસ વિરૂદ્ધના યુદ્ધના ચોથા દિવસે ઈઝરાયલના PM બેન્જામિન નેતાનયાહુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને ભારત અને ભારતના લોકોનો ધન્યવાદ કર્યો હતો અને ભારતના 18000 હજાર લોકો જે ઈઝરાયલમાં ફસાયા છે તેમના વિશે માહિતી આપી હતી.
ભારતના વડા પ્રધાન અને નેતન્યાહુએ વચ્ચે થયેલી વાત બાદ PM મોદીએ ટ્વીટ કરી કહ્યું કે ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલ સાથે છે. અમે દરેક મુદ્દે આતંકવાદ વિરૂદ્ધ છે. ઈઝરાયેલના ભારતમાં રહેલા એમ્બેસેડરે પણ PM મોદીને ધન્યવાદ આપ્યા હતા.
ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર દરેક જીવન જરૂરીયાતની વસ્તુઓ મોકલવાના રસ્તા બંધ કરી દીધા છે. જ્યારે ગાઝાએ ઈઝરાયેલમાં રહેલા વિદેશી નાગરિકોને પોતાની કેદમાં લીધા અને તેમાંથી અનેક દેશના નાગરિકોને મારી નાખ્યા છે, જેમાં થાઈલેંડના 18 નાગરિકોને પણ ફિલિસ્તાનીઓએ મારી નાખ્યા છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો