આ વર્ષે શિયાળો 110 વર્ષનો રેકોર્ડ તોડશે, તાપમાન માઈનસ 15 ડિગ્રી સુધી જવાની શક્યતા, જુઓ Video

આ વર્ષે શિયાળો 110 વર્ષનો રેકોર્ડ તોડશે, તાપમાન માઈનસ 15 ડિગ્રી સુધી જવાની શક્યતા, જુઓ Video

| Updated on: Oct 14, 2025 | 9:15 PM

હવામાન વિભાગ મુજબ, આ વર્ષે શિયાળાની ઋતુમાં દેશભરમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ઠંડી પોતાનો કહેર વર્તાવી શકે છે. હવામાનના નિષ્ણાતો માની રહ્યા છે કે આ વર્ષે છેલ્લા 110 વર્ષમાં ત્રીજી વખત સૌથી વધુ અને તીવ્ર ઠંડી પડવાનો રેકોર્ડ બની શકે છે.

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. હાલ ગુજરાતમાં ભલે ઠંડીનો ચમકારો જોવા ના મળ્યો હોય પરંતુ ઉત્તર ભારતમાં હાલ ઠંડીએ કહેર મચાવવાની શરૂઆત કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં હિમ વર્ષાની શરૂઆત પહેલા જ થઇ ગઇ છે અને હવે ઠંડીને લઇને જે આગાહી સામે આવી છે.

આ વર્ષે દેશમાં તીવ્ર ઠંડીનો અનુભવ થશે, કારણ કે હિમાલયના ઉપરના ભાગનો 86 ટકા ભાગ નિર્ધારિત સમય કરતા બે મહિના પહેલા બરફથી ઢંકાયેલો છે. તાજેતરના પશ્ચિમી ડિસ્ટર્બન્સનાં કારણે, હિમાલયમાં તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું છે.

હિમાલયના ઉપલા ભાગ એટલે કે 4,000 ફૂટથી ઉપરના વિસ્તારોમાં, સામાન્ય રીતે સરેરાશ તાપમાન માઈનસ 15 ડિગ્રી કે તેથી ઓછું હોય છે પરંતુ લા નીના ઉત્તર, મધ્ય અને પૂર્વીય પ્રદેશોમાં સરેરાશ તાપમાનમાં 3-4 ડિગ્રીનો ઘટાડો કરી શકે છે એટલે સામાન્ય કરતા વધુ ઠંડી પડશે.

હાલ રાજસ્થાનથી લઇને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો શરૂ થઇ ગયો છે અને દિવાળી બાદ ઠંડી ખુબ જ કહેર મચાવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો