સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાનો માર, ખેતરો બેટમાં ફેરાવાયા
સુરેન્દ્રનગરના ચુડામાં તો પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો લીંબડી, સાયલા અને પાટડીમાં પણ બે બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. ચણા, જીરા સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. હવે ખેડૂતોએ વાવેલો શિયાળુ પાક તો મોટા ભાગનો નાશ પામ્યો છે. ખેડૂતોને સરકાર દ્વારા ક્યારે સહાય ચુકવવામાં આવે છે.
સુરેન્દ્રનગરમાં ખાબકેલા માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. સુરેન્દ્રનગરના ચુડામાં તો પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો લીંબડી, સાયલા અને પાટડીમાં પણ બે બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. ચણા, જીરા સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
મહત્વનું છે કે, રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ત્યારે સરકારે નુકસાનીનો સરવે કરવાનું કહ્યું છે અને સહાય ચુકવવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. ત્યારે હવે ખેડૂતોએ વાવેલો શિયાળુ પાક તો મોટા ભાગનો નાશ પામ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું છે કે ખેડૂતોને ક્યારે સહાય ચુકવવામાં આવે છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરઃ ચોટીલાના દેવસર ગામમાં બેફામ ખનીજ માફિયાઓ, બંદૂક સાથે રસ્તે નીકળ્યું ટોળુ
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: SAJID BELIM)