કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી, શું છે તેના લાભ અને કેટલી મળે છે લોન ?
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વર્ષ 1998 માં ખેડૂતો માટે લોન પ્રક્રિયાને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને કૃષિ હેતુ માટે લોન આપવામાં આવે છે. ખેડૂતો ઉપરાંત પશુપાલકો અને માછીમારોને પણ ખેડૂત ધિરાણની સુવિધા મળી રહી છે.
કિસાન ક્રેડિટ કાર્ડ અથવા KCC ખેડૂતોમાં સૌથી વધુ લોકપ્રિય યોજનાઓ પૈકીની એક છે. KCC યોજના વર્ષ 1998 માં ખેડૂતો માટે લોન પ્રક્રિયાને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને કૃષિ હેતુ માટે લોન આપવામાં આવે છે. આ યોજનામાં ખેડૂતોને 7 ટકાના દરે લોન આપવામાં આવે છે, પરંતુ ખેડૂત સમયસર લોન પરત આપ તો 3 ટકાની છૂટ મળે છે. એટલે કે 4 ટકાના દરે ખેડૂતને લોન આપવામાં આવે છે.
3 વર્ષમાં ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. ખેડૂતો ઉપરાંત પશુપાલકો અને માછીમારોને પણ ખેડૂત ધિરાણની સુવિધા મળી રહી છે. હવે એ જાણી લઈએ કે, કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે.
આ ડોક્યુમેન્ટ છે જરૂરી
- અરજીપત્રક
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- આઈડી પ્રૂફ જેમ કે- ડ્રાઈવિંગ લાયસન્સ/આધાર કાર્ડ/મતદાર આઈડી કાર્ડ/પાસપોર્ટ
- સરનામાનો પુરાવો જેમ કે- ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ
- ખેડૂતની જમીનના દસ્તાવેજો
KCC લોન માટે કેવી રીતે કરવી અરજી ?
- તમે જે બેંકમાંથી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે અરજી કરવા માંગો છો તેની વેબસાઇટ પર જાઓ
- અહીં તમે વિકલ્પોની સૂચિમાંથી કિસાન ક્રેડિટ કાર્ડ પસંદ કરો
- હવે અરજી પર ક્લિક કરવાથી વેબસાઇટ તમને એપ્લિકેશન પેજ પર લઈ જશે
- જરૂરી વિગતો સાથે ફોર્મ ભરો અને સબમિટ પર ક્લિક કરો
- હવે તમને એપ્લિકેશન સંદર્ભ નંબર મળશે. જો તમે સ્કીમ માટે પાત્ર છો, તો બેંક 3 થી 4 કામકાજના દિવસોમાં તમારો સંપર્ક કરશે.