ગુજરાતની એ રાણી જેની બહાદુરી જોઈને મોહમ્મદ ઘોરીને યુદ્ધભૂમિ છોડીને ભાગવું પડ્યું હતું
મોહમ્મદ ઘોરીને લાગ્યું કે અણહિલવાડ પાટણ પર કબજો મેળવવો ખૂબ જ સરળ છે. કારણ કે, એક મહિલા અને બાળક તેને હરાવી શકશે નહીં. આ ગેરસમજને મનમાં રાખીને ઘોરીએ અણહિલવાડ પાટણ પર હુમલો કર્યો, પરંતુ આ રાણીની બહાદુરી જોઈને મોહમ્મદ ઘોરીને યુદ્ધભૂમિ છોડીને ભાગવું પડ્યું હતું.
રાણી લક્ષ્મીબાઈની બહાદુરી અને સાહસથી મોટાભાગના લોકો પરિચિત હશે, પરંતુ રાણી નાયિકા દેવી વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આજના આ લેખમાં અમે તમને ગુજરાતની એ રાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની બહાદુરીએ મોહમ્મદ ઘોરીને ભાગવા મજબૂર કર્યો હતો. વીરાંગના રાણી નાયિકા દેવી કદંબ શાસક મહામંડલેશ્વર પરમાદીની પુત્રી હતા. તમને જણાવી દઈએ કે તે ગોવાના હતા અને તેમના લગ્ન ગુજરાતના ચાલુક્ય રાજા અજય પાલ સાથે થયા હતા. લગ્નના થોડા વર્ષો પછી જ અજય પાલનું અવસાન થયું હતું. અજય પાલના મૃત્યુ પછી રાજ્યની કમાન તેમના પુત્ર મુળરાજ બીજાને સોંપાઈ, પરંતુ પુત્રની નાની ઉંમરના કારણે રાજ્યનું તમામ કામ રાણી નાયિકા દેવી સંભાળતા હતા. રાજા અજય પાલના મૃત્યુ પછી, મોહમ્મદ ઘોરીને લાગ્યું કે હવે અણહિલવાડ પાટણ પર કબજો મેળવવો ખૂબ જ સરળ બની જશે. કારણ કે, એક મહિલા અને બાળક તેને હરાવી શકશે નહીં. આ ગેરસમજને મનમાં રાખીને ઘોરીએ અણહિલવાડ પાટણ પર હુમલો કર્યો. મોહમ્મદ ઘોરીની યોજના વિશે રાણીને જાણ થતાં તેઓ લડવા માટે...