Video: રામબન પાસે T2 ટનલ પર ભારે ભૂસ્ખલન, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરાયો, જુઓ વીડિયો

|

Aug 06, 2023 | 1:16 PM

રામબન જિલ્લાના કીલામોડ પાસે T2 ટનલ પર ભૂસ્ખલન થતા જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરવામાં આવ્યો. રસ્તો બંધ કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલન (Landslide) થયુંં છે. રામબન જિલ્લાના કીલામોડ પાસે T2 ટનલ પર ભૂસ્ખલન થતા જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરવામાં આવ્યો. રસ્તો બંધ કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં વરસાદ (Rain) પડી રહ્યો છે, જેના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બનતી રહે છે.

 

 

આ પણ વાંચો : Gyanvapi Survey: જ્ઞાનવાપીમાં સર્વેનો ત્રીજો દિવસ, આજે ભોંયરામાં થશે તપાસ, ASIની ટીમ લેશે રડારની મદદ

હાઈવે પર કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને થોડા સમયમાં કાર્યરત થઈ જશે. થોડા દિવસો પહેલા પણ રામબનના મેહદ વિસ્તારમાં પથ્થર પડવા અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:16 pm, Sun, 6 August 23

Next Video