ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

|

Apr 29, 2022 | 10:06 PM

હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે કે આગામી 2 દિવસ હિટવેવ રહેશે. ગરમીનું જોર વધતાં અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ, અમદાવાદ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે.

રાજ્યમાં (Gujarat)કાળઝાળ ગરમીનો (Heat wave) પ્રકોપ યથાવત્ છે. છેલ્લા કેટલાક દિવસથી સૂર્યદેવનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. અમદાવાદમાં સૌથી વધુ 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમરેલી, ગાંધીનગર અને રાજકોટમાં ગરમીનો પારો 43.2 ડિગ્રીને પાર પહોંચી ગયો. ડીસા અને પાટણમાં 42.7 ડિગ્રી તાપમાન રહ્યું. વડોદરામાં 41.8, ભૂજમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું.

હજુ વધારે ગરમી પડવાની આગાહી

તો રાજ્યમાં આગ ઝરતી ગરમીના કારણે લોકો પરેશાન છે. અને હજુ પણ આગામી બે દિવસ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે કે આગામી 2 દિવસ હિટવેવ રહેશે. ગરમીનું જોર વધતાં અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ, અમદાવાદ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. જ્યારે ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં હિટવેવનો કેર વર્તાશે. સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં હિટવેવની આગાહી છે. પવનોની દિશા બદલાતાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. સીધો તાપ પડવા અને સૂકા પવનો ફૂંકાવાના કારણે ગરમી વધી છે. જોકે 1 મે બાદ ગરમીથી રાહત મળવાની સંભાવના છે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે તો ગરમી ઘટશે.

આ પણ વાંચો :IPL 2022: લખનૌની ટીમના સભ્યોને નડ્યો માર્ગ અકસ્માત, મેચ માટે પુણેના સ્ટેડિયમ માટે આવી રહ્યા હતા ત્યારે જ સર્જાઈ ઘટના

આ પણ વાંચો :PM MODI 30મી એપ્રિલે મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટ ન્યાયાધીશોની સંયુક્ત પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધશે, CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે

Published On - 10:05 pm, Fri, 29 April 22

Next Video