દરેક ભારતીય પરિવારનું એક જ સપનું હોય છે. માથા પર પોતાની છત હોવી જોઈએ… અને મોટાભાગના લોકો લોન લઈને ઘરનું સપનું પુરુ કરે છે..પરંતુ ઘણી વખત હોમ લોન રિજેક્ટ થવાથી આ સપના પર નિરાશાના વાદળો છવાઈ જાય છે. તમારી સાથે આવું ના થાય તે માટે કઈ બાબતો પર રાખશો ધ્યાન.. ચાલો જાણીએ
જ્યારે તમે હોમ લોન માટે અરજી કરો છો ત્યારે તેમાં જરૂરી દસ્તાવેજ સહિત કેટલીક બાબતોનું જો પહેલાથી ધ્યાન રાખશો તો તમારી હોમ લોન એપ્લિકેશન રિજેક્ટ થવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જશે. જેમ કે લોન માટે એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે તમારો બેઝિક ડેટા જેવો કે નામ, સરનામું, આવક, એમ્પ્લોયમેન્ટ હિસ્ટ્રી અને લોનની રકમ જેવી ખાનગી અને નાણાકીય માહિતી કાળજીપૂર્વક ભરવી..
લોન મંજૂર કરતા પહેલા,,બેંકો ગ્રાહકની આવક અને રિપેમેન્ટ કેપેસિટી એટલે કે લોન ચૂકવવાની ક્ષમતા તપાસે છે. જેના માટે તમારી પાસે કેટલાક ડૉક્યુમેન્ટની માંગ કરે છે. તેમાં ખાસ ચોક્કસાઈ રાખવી.. લોનની બાબતમાં ખરીદવામાં આવનારી પ્રોપર્ટીના દસ્તાવેજ ખુબ જ મહત્વના છે જેમ કે સેલ ડીડ કે રજિસ્ટ્રી દ્વારા ઓનરશિપ એટલે કે માલિકી હક અને માર્કેટ વેલ્યૂ.. આપને જણાવી દઈએ કે લોનની રકમ મિલકતની બજાર કિંમત પર આધાર રાખે છે. આ તમામ બાબતોને ડિટેલ્સમાં જાણવા માટે જુઓ આ વિડીયો…