પેપર લીક મામલે યુવરાજ સિંહ મેદાને, ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાને લેખિતમાં અરજી આપી
યુવરાજસિંહ જાડેજાએ GSSSB પેપર લીક કેસમાં ન્યાયી તપાસની માંગ કરતી લેખિત અરજી આપી છે, વિદ્યાર્થી નેતાએ આ અરજી અસિત વોરાને આપી છે.
Head Clerk Paper Leak: હેડ ક્લાર્કનું પેપર લીક થવાને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લેખિતમાં અરજી આપી છે. કર્મયોગી ભવનમાં કેટલાક યુવાનો સાથે પહોંચેલા યુવરાજસિંહે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાને લેખિતમાં અરજી આપી છે. અસિત વોરાને પુરાવા આપી નિષ્પક્ષ તપાસની માગ કરવામાં આવી છે. પેપર લીક મામલે ગૌણ સેવા પસંદગી મંડળને ફરિયાદી બનવાની પણ માંગણી કરાઈ છે. કેટલાક પુરાવા ગોપનીય હોવાથી ગૃહરાજ્યપ્રધાનને પણ આપવામાં આવશે એવું પણ યુવરાજ સિંહનું કહેવું છે.
તો બીજી તરફ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ તાત્કાલિક બેઠક બોલાવી છે. તો તપાસમાં જોડાયેલા અધિકારીઓને બેઠકમાં હાજર રહેવા આદેશ અપાયા છે. બે કલાકમાં અધિકારીઓને પહોંચવાની સૂચના પણ આપ્યાની માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે બેઠકમાં પેપર લીક કાંડમાં અત્યાર સુધીની તપાસ મુદ્દે ચર્ચા થશે.
જણાવી દઈએ કે આ બેઠક બાદ પેપક લીકમાં થોડીવારમાં ખુલાસો થઇ શકે છે. એટલું જ નહીં થોડીવારમાં નામજોગ ફરિયાદ પણ દાખલ થશે એવા અહેવાલ આવી રહ્યા છે. તો 12 લોકો સામે ફરિયાદ દાખલ થવાની શક્યતા છે. આ સમગ્ર કેસમાં સાબરકાંઠાના સરકારી કર્મચારીઓની ભૂમિકાની શક્યતા સેવાઈ રહી છે. સમગ્ર મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા અને LCB, PI વચ્ચે બેઠક શરૂ થઇ ગઈ છે. ત્યારે અમદાવાદના નિકોલના સ્ટ્રોંગરૂમમાંથી પેપક લીક થયુ હોવાની શક્યતા પણ સેવવામાં આવી રહી છે.
