Devbhoomi Dwarka: પાણીના ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો, જુઓ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનનો VIDEO

|

Jul 06, 2022 | 8:38 AM

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ખંભાળિયાના બઈ ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો હતો. યુવકનું સ્થાનિકોએ દોરડા વળે કર્યું રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું. હાલ આ રેસ્ક્યૂનો વીડિયો સામે આવ્યો છે.

Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ખંભાળિયાના બઈ ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં યુવક તણાયો હતો. બઈ ગામે પસાર થતાં કોઝ-વે પરથી યુવક તણાયો હતો. ત્યારે તણાયેલા યુવકનું સ્થાનિકોએ દોરડા વળે કર્યું રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું. હાલ આ રેસ્ક્યૂનો વીડિયો સામે આવ્યો છે.

દેવભૂમિ દ્વારકામાં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેવભૂમિ દ્વારકામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ (Orange alert) અપાયું છે. ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા તંત્રને સૂચના અપાઈ છે. તો વરસાદની ગંભીર પરિસ્થિતિ બાબતે હેલ્પ લાઈન શરૂ કરાઈ છે. નાગરિકોને ફોન નંબર 02833232215 તેમજ ટોલ ફ્રી 1077 તથા 7859923844 પર જાણ કરવા જણાવાયું છે. નીચાણવાળા વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમજ ભયજનક રોડ પર બેરિકેટ મૂકવા આદેશ કરાયા છે.

ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 6, 7, 8 અને 9 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જયારે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. તો ઉતર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે. અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, છોટાઉદેપુર, દાહોદમાં ભારે વરસાદની શકયતા છે. ભારેથી અતિભારે વરસાદની સાથે પવનની ગતિ તેજ રહેશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે.

Published On - 7:33 am, Wed, 6 July 22

Next Video