જામનગરના જાણીતા ફરસાણ પેઢીના માલિકના પુત્રનું હાર્ટ એટેકથી મોત, જુઓ વીડિયો

જામનગરના જાણીતા ફરસાણ પેઢીના માલિકના પુત્રનું હાર્ટ એટેકથી મોત, જુઓ વીડિયો

| Updated on: Nov 30, 2023 | 12:55 PM

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. ત્યાં જામનગરમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જાણીતા ફરસાણ પેઢીના માલિકના પુત્રનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. તો જામનગરના જૈન વિજય ફરસાણના માલિકાના પુત્ર હોવાનું સામે આવ્યુ છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. અત્યારે મોટા ભાગના લોકોનું બેઠાડુ જીવન, જંકફૂડ ખાવાથી તેમજ ખરાબ જીવનશૌલીના કારણે ઘણા લોકોને હાર્ટ એટેક આવતુ હોવાનું કારણ માનવામાં આવે છે. તો જામનગરમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જાણીતા ફરસાણ પેઢીના માલિકના પુત્રનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. તો જામનગરના જૈન વિજય ફરસાણના માલિકાના પુત્ર હોવાનું સામે આવ્યુ છે.

તો બીજી તરફ આ અગાઉ અમરેલીની શાંતાબા વિદ્યા સંકુલમાં વિદ્યાર્થી પેપર લખતા લખતા ઢળી પડ્યો હોવાની ઘટના થઈ છે. ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યુ હતુ.જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તેનું મૃત્યુ પામ્યુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો