સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ધમાસાણ થતા યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે કરી અટકાયત, જાણો ક્યા કારણે થયો હોબાળો ?

|

May 24, 2022 | 9:38 AM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચાલુ કાર્યક્રમમાં થયેલા વિરોધને પગલે પોલીસે યુથ કોંગ્રેસના(Youth Congress) કાર્યકરોની અટકાયત કરીને મામલો થાળે પાડ્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)દ્વારા સેનેટની ચૂંટણી(Senate election) જાહેર ન કરાતા યુથ કોંગ્રેસે ચાલુ કાર્યક્રમમાં વિરોધ નોંધાવ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્થાપના દિવસના કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્ટેજ પર ચઢી ગયા હતા અને ચૂંટણી જાહેર કરવા માગણી કરી હતી. તમને જણાવવું રહ્યું કે, આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી પણ વર્ચ્યુલ રીતે ઉપસ્થિત હતા. બીજી તરફ ચાલુ કાર્યક્રમમાં થયેલા વિરોધને પગલે પોલીસે વિરોધ કરનારા યુથ કોંગ્રેસના(Youth Congress) કાર્યકરોની અટકાયત કરીને મામલો થાળે પાડ્યો હતો.

સેનેટની ચૂંટણીમાં વિલંબ થતા યુથ કોંગ્રસમાં રોષ

તમને જણાવી દઈએ કે, આ પહેલા સેનેટ ચૂંટણી જાહેર નહીં થતા NSUI પણ મેદાનમાં ઉતર્યું હતુ.  NSUIનાં આગેવાનો અને કાર્યકરોએ આ મુદ્દે ઉગ્ર વિરોધ(Violent protests) નોંધાવીને ચૂંટણી (Election) જાહેરનામું પ્રસિધ્ધ કરવાની માંગ સાથે રજિસ્ટ્રારની ચેમ્બરમાં જ રામધૂન બોલાવવામાં આવી હતી. ઉપરાંત સૂત્રોચ્ચાર કરી રજિસ્ટ્રારનાં રાજીનામાની માંગ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ટર્મ આગામી 23 મેનાં રોજ પૂર્ણ થઈ હતી. નિયમ પ્રમાણે આ ટર્મ પૂર્ણ થયાનાં 50 દિવસ અગાઉ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું હોય છે. પરંતુ કોઈ કારણોસર આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં વિલંબ થવાને લઈ યુથ કોંગ્રેસે મોરચો માંડ્યો છે.

Published On - 8:54 am, Tue, 24 May 22

Next Video