પોરબંદર સમાચાર : છાયા વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની કરી હત્યા, પોલીસ તપાસ માટે FSLની લેશે મદદ, જુઓ વીડિયો
પોરબંદરના છાયા વિસ્તારમાં મોડી રાતે એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. યુવકના ઘરમાં ઘૂસીને અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હોવાનું સામે આવ્યુ છે. તેમજ માથામાં પણ બોથડ પદાર્થ વડે વાર કર્યા. જેથી યુવકનું મોત નીપજ્યું છે. તો ઘટનાની જાણ થતા પોલીસ અને ડોગ સ્કવોડની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં અવારનવાર હત્યાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે પોરબંદરમાં પણ વધુ એક હત્યાની ઘટના બની છે. પોરબંદરના છાયા વિસ્તારમાં મોડી રાતે એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. યુવકના ઘરમાં ઘૂસીને અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હોવાનું સામે આવ્યુ છે.
તેમજ માથામાં પણ બોથડ પદાર્થ વડે વાર કર્યા. જેથી યુવકનું મોત નીપજ્યું છે. તો ઘટનાની જાણ થતા પોલીસ અને ડોગ સ્કવોડની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. હત્યા કોણે કરી અને કેમ કરી તે અંગે હજી કોઇ ખુલાસો થયો નથી. જે માટે પોલીસ FSLની મદદ લઇ રહી છે.
તો, મૃતક યુવકનું નામ રાજુ જેસા ઓડેદરા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ યુવકના ઘરના જ કોઇ શખ્સે ઘર કંકાસને લઇ હત્યા કરી હોવાની પોલીસને આશંકા છે. હાલ પોલીસે હત્યારાને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.