ગુજરાત વિધાનસભાની કામગીરી થશે ઓનલાઈન, CM ભૂપેન્દ્ર પટેલે ઈ-વિધાનસભાની લીધી ટ્રેનિંગ, જુઓ Video
નેશનલ ઈ-વિધાન એપ્લિકેશનના ઉપયોગથી ગુજરાત વિધાનસભાની કામગીરી ઓનલાઈન થશે. રાજ્યના તમામ ધારાસભ્યો ટેબ્લેટની મદદથી કામગીરી કરશે. તમામ ધારાસભ્યઓને તાલીમબદ્ધ કરવા તાલીમ વર્કશોપ યોજાયો તેમજ ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસું સત્ર પેપરલેસ હશે.
Gandhinagar : વિધાનસભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ઈ-વિધાનસભાની ટ્રેનિંગ લીધી હતી. ગુજરાત વિધાનસભાની કામગીરી ઓનલાઈન થવાની છે. જેને લઈને ઈ-વિધાનસભા માટે મંગળવારથી વિધાનસભામાં વર્કશોપ ચાલી રહ્યો છે. ત્યારે ટેબ્લેટ ઈ-વિધાનસભા માટેની એપથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વાકેફ થયા હતા તેમજ નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન-NEVAની તાલીમ વર્કશોપમાં પણ મુખ્યમંત્રી સહભાગી થયા હતા.
ઉલ્લેખનીય છે કે નેશનલ ઈ-વિધાન એપ્લિકેશનના ઉપયોગથી ગુજરાત વિધાનસભાની કામગીરી ઓનલાઈન થશે. રાજ્યના તમામ ધારાસભ્યો ટેબ્લેટની મદદથી કામગીરી કરશે. તમામ ધારાસભ્યઓને તાલીમબદ્ધ કરવા તાલીમ વર્કશોપ યોજાયો તેમજ ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસું સત્ર પેપરલેસ હશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો