Gir Somnath: ખેલમહાકુંભમાં ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે રચ્યો ઈતિહાસ, 7 મહિલા ખેલાડી ગીર-સોમનાથ જિલ્લાના વતની

|

May 17, 2022 | 5:02 PM

Gir Somnath: ખેલમહાકુંભમાં ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે ચેમ્પિયન બનીને ઈતિહાસ રચ્યો છે. આ વિજેતા ટીમના 7 મહિલા ખેલાડીઓ ગીર-સોમનાથ જિલ્લાની વતની છે.

Gir Somnath: ખેલમહાકુંભમાં ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે (Women’s volleyball team) ચેમ્પિયન બનીને ઈતિહાસ રચ્યો છે. આ વિજેતા ટીમના 7 મહિલા ખેલાડીઓ ગીર-સોમનાથ જિલ્લાની (Gir-Somnath district) વતની છે. જેમાં કોડીનારના સરખડી ગામની 6 અને 1 સિંધાજ ગામની એક પ્લેયર છે. સરખડી ગામની 6 મહિલા ખેલાડીઓ સતત સાથે પ્રેક્ટિસ કરતી હોવાથી તેમની વચ્ચે અદભૂત તાલમેલ જોવા મળ્યો છે.

કેરીના બગીચા ધરાવતા ખેડૂતોમાં કહી ખુશી અને કહી ગમ

સાસણ ગીરના અમૃત એવી કેસર કેરીએ ક્યાંક ખુશીનો માહોલ બનાવ્યો છે તો ક્યાંક ગમનો. ખુશીનો એટલા માટે કેમ કે ગીર સોમનાથના કેટલાંક બગીચાઓમાં જ્યાં કેરી સારા પ્રમાણમાં પાકી છે એની ભારે કિંમત ઉપજી છે. તો ગમ એટલા માટે કેમકે મોટાભાગના ખેડૂતોનો પાક 80 ટકા જેટલો નાશ પામ્યો છે. જેના કારણે મોટા પાયા પર ખેડૂતોને નુકસાન પહોંચ્યુ છે. ખેડૂતોને રોવાના દિવસો આવ્યા છે.

ગીર સોમનાથમાં કેરીના બગીચાઓમાં દર વર્ષે લાખોની કેરીઓ પાકે છે. જો કે આ વખતે પણ કેરીઓ તો પાકી છે પરંતુ બધા ખેડૂતો નસીબદાર નથી રહ્યા. કેમકે આ વર્ષે કેસર કેરીનો 80 ટકા પાક નાશ પામ્યો છે. જેને કારણે કેરીની આવક ઓછી છે. તાલાલા યાર્ડમાં 16 દીવસમાં કેસર કેરીના માત્ર 50 હજાર બોક્સની આવક થઈ છે. આ વર્ષે કેસર કેરીના વિક્રમજનક ભાવના કારણે રુપિયા 4 કરોડની ઉપજ થયાનો અંદાજ છે. ગત વર્ષે હરાજી શરુ થયાના પ્રથમ 16 દિવસમાં જ 2 લાખ બોકસ આવ્યા હતા, જેની સરખામણીએ ચોથા ભાગની જ કેરી હાલ યાર્ડમાં પહોંચી શકી છે. કેરીની ખેતી સાથે સંકળાયેલા લોકો તો ત્યાં સુધી કહે છે કે સ્થિતિ એવી ખઈ રહી છે કે આવનારા સમયમાં કેરી જ નામશેષ થઈ જશે.

Published On - 5:02 pm, Tue, 17 May 22

Next Video