મોડાસા શહેરમાં નગર પાલિકા દ્વારા નાંખવામાં આવેલી ગટર લાઈનના ઢાંકણા ખામી યુક્ત ડિઝાઈન સાથે ફિટ કર્યા હોવાના સવાલો થઈ રહ્યા છે. આ દરમિયાન એક મહિલાનો પગ ગટરના જાળી વાળા ઢાંકણાની ગેપમાં ફસાઈ જવા પામ્યો હતો. મહિલાનો પગ ગટરમાંથી બહાર નિકળવો મુશ્કેલ થઈ જતા પરેશાન થઈ ગઈ હતી. જેને લઈ તેણે ફસાયેલી હાલતમાં જ બૂમાબૂમ કરી મુકતા આસપાસમાં રહેલા લોકો દોડી આવ્યા હતા.
સ્થાનિકોએ પહેલાતો મહિલાને મદદ કરીને પગ બહાર નિકાળવા માટે પ્રયાસ કર્યો હતો.પરંતુ પગ બહાર નહીં નિકળતા આખરે કટર મશીન મંગાવવામાં આવ્યું હતું. જેના થકી લોખંડની પાઈપોને કાપીને મહિલાના પગને બહાર નિકાળવામા આવ્યો હતો. ત્યારે મહિલાને જીવમાં જીવ આવ્યો હતો. પાલિકા તંત્ર પર આ દ્રશ્યો જોઈને લોકોમાં રોષ વ્યાપ્યો હતો.