મોરબીમાં બ્યુટીપાર્લરનો વ્યવસાય કરતી મહિલાએ ચાર શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મોરબી (Morbi) સિટી એ–ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બ્યુટીપાર્લરની બાજુમાં આવેલી ઓફિસમાં દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાવી છે. પરિણિતાને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ કરાયો છે. ધરમ ઉર્ફે ટીટો ચૌહાણ, અભી પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યશ દેસાઈ અને એક અજાણ્યા ઈસમનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
આ પણ વાંચો : Morbi: ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતને હાઈકોર્ટમાં પડકારાઈ, કોર્ટે ધારાસભ્ય,ઈલેક્શન ઓફિસને નોટિસ ઈશ્યુ કરી
તો બીજી તરફ રાજકોટના વકીલ સંજય પંડીત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. વકીલની ઓફિસમાં કામ કરતી મહિલાએ જ દુષ્ક્રમનો આરોપ લગાવ્યો છો. ઓફિસ અને ફ્લેટમાં દુષ્કર્મ આચર્યુ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ફરિયાદ બાદ A ડિવિઝન પોલીસે વકીલ સંજય પંડીતની ધરપકડ કરી છે. કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સંજય પંડીતને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…