ગીર સોમનાથના દરિયાકાંઠે વિદેશી પક્ષીઓનું થયુ આગમન, ચારે બાજુ જોવા મળ્યા મનમોહક દૃશ્યો- જુઓ Video

ગીર સોમનાથના દરિયાકાંઠે વિદેશી પક્ષીઓનું થયુ આગમન, ચારે બાજુ જોવા મળ્યા મનમોહક દૃશ્યો- જુઓ Video

| Edited By: | Updated on: Nov 29, 2026 | 4:15 PM

ગીર સોમનાથના દરિયાકાંઠે હાલ અદ્દભૂત નયનરમ્ય દૃશ્યો જોવા મળી રહ્યા છે. હજારો કિલોમીટરનું અંતર કાપી વિદેશી પક્ષીઓ અહીં શિયાળો ગાળવા આવી ગયા છે. લેસર ફ્લેમિંગો, વ્હાઈટ પેલિકન સહિતના પક્ષીઓ દર શિયાળામાં અહીં મહેમાન બને છે.

ગીર સોમનાથનો દરિયાકાંઠો વિદેશી પક્ષીઓ માટે શિયાળા દરમિયાન તેમનું બીજુ ઘર બની જાય છે. હજારો કિલોમીટરનું અંતર કાપી ઠંડા પ્રદેશોના આ પક્ષીઓ અહીં શિયાળો ગાળવા માટે આવી પહોંચે છે અને આખા શિયાળા દરમિયાન અહીં રોકાય છે. શિયાળાની શરૂઆત થતા જ જિલ્લાના ડેમો અને જળાશયોવાળા વિસ્તારોમાં આ પક્ષીઓનો જમાવડો જામે છે. સૂત્રાપાડાના વડોદરા ઝાલા બંધારા નજીક અનેક જળાશયો પર આ વિદેશી મહેમાનો આખા શિયાળા દરમિયાન વસવાટ કરે છે.

ગુજરાતના મહેમાન બનનારા વિદેશી પક્ષીઓમાં ખાસ કરીને લેસર ફ્લેમિંગો, વ્હાઈટ પેલિકન, આઈબિસ, પેઈન્ટેડ સ્ટોર્ક અને સ્ટિલ્ટ જેવી અનેક પ્રજાતિઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની ઋતુમાં આ વિદેસી પક્ષીઓએ ગીર સોમનાથના દરિયાકિનારા અને અન્ય જળાશયોની શોભા વધારી દીધી છે.
સમગ્ર વિસ્તાર આ પક્ષીઓના કલરવથી ગૂંજી રહ્યો છે તો બીજી તરફ તેમના આગમનને કારણે આ વિસ્તારની સુંદરતાને ચાર ચાંદ લાગી ગયા છે.

પ્રકૃતિપ્રેમીઓ માટે આ સમયગાળો ગોલ્ડ સમય ગણાય છે કારણ કે આ વિદેશી પક્ષીઓના આવવાથી અહીં મનમોહન નજારો જોવા મળે છે. દર વર્ષે શિયાળાની ઋતુમાં ગીર સોમનાથ આ પક્ષીઓનું મનપસંદ ઠેકાણુ બની જાય છે આથી જ તો તેઓ હજારો કિમીનું અંતર કાપીને અહીં રોકાણ કરે છે. સવારે વોકિંગમાં નીકળતા સહેલાણીઓ પણ ગાંઠિયા અને અન્ય નાસ્તા આ વિદેશી પક્ષીઓને ચણવા માટે આપે છે. આ પક્ષીઓ પણ હોંશે હોંશે ગાંઠિયા ખાતા જોવા મળે છે.

હાલ વિદેશી પક્ષીઓને શિકારીઓથી બચાવવા વનવિભાગે પણ તેમનુ પેટ્રોલિંગ વધાર્યુ છે. આ દુર્લભ પક્ષીઓના શિકારની પ્રવૃતિઓ અટકાવવા માટે સઘન ચેકિંગ અને દેખરેખ રાખવામાં આવી રહ્યુ છે.

Breaking News:અફઘાનિસ્તાનની સરકારનું મહિલાઓ માટે વધુ એક વાહિયાત ફરમાન, દસ્તાવેજોમાંથી મહિલાઓના નામ હટાવી લખી રહ્યા છે અપમાનજનક શબ્દ

Published on: Nov 29, 2026 04:10 PM
Follow Us
Loading...
Unable to load recommendations.