આજનું હવામાન :  જાણો ક્યાં જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે, જુઓ વીડિયો

આજનું હવામાન : જાણો ક્યાં જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે, જુઓ વીડિયો

| Updated on: Jan 21, 2024 | 7:46 AM

આજે અમદાવાદ,અમરેલી,છોટાઉદેપુર, જુનાગઢ, કચ્છ, મોરબી,નર્મદા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ બનાસકાંઠા,દાહોદ, મહીસાગર, મહેસાણા, પાટણ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે રાજ્યમાં ઠંડીનું તાપમાન યથાવત રહે તેવી સંભાવના છે. આજે અમદાવાદ,અમરેલી,છોટાઉદેપુર, જુનાગઢ, કચ્છ, મોરબી,નર્મદા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ બનાસકાંઠા,દાહોદ, મહીસાગર, મહેસાણા, પાટણ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.આ તરફ પંચમહાલ, ખેડા, ગાંધીનગર,આણંદ, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અરવલ્લી, છોટાઉદેપુર,ગાંધીનગર, ખેડા, નર્મદા સહિતના જિલ્લાઓમાં 27 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ નવસારી, જુનાગઢ,ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.બનાસકાંઠા,મહીસાગર, મોરબી, પંચમહાલ,પાટણ સહિતના જિલ્લાઓમાં 26 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.