રાજસ્થાનમાં ચૂંટણી જીતતા જ એક્શનમાં આવ્યા ભાજપના આ ધારાસભ્ય, ખુલ્લામાં ચાલતી નોનવેજની દુકાનો બંધ કરાવવા છોડ્યા આદેશ- વીડિયો

|

Dec 04, 2023 | 6:00 PM

રાજસ્થાનનાં ચૂંટણી પરિણામ આવ્યાના હજુ 24 કલાક પણ માંડ થયા છે ત્યાં જ ભાજપના ધારાસભ્ય એક્શન મોડમાં આવી ગયા છે. જયપુરમાં હવામહલ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય બાલ મુકુંદ આચાર્યે અધિકારીને ફોન લગાવી રસ્તા પર ખુલ્લામાં ચાલતા નોનવેજના તમામ સ્ટોલ હટાવવાનો આદેશ આપ્યો છે. ધારાસભ્યના આ ફરમાનનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જુઓ-

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે અને હવે સરકાર બનાવવાની તૈયારી ચાલી રહી છે. જો કે આ ચૂંટણી પરિણામોને હજુ 24 કલાક પણ માંડ થયા છે, ત્યાં જ ભાજપના એક ચૂંટાયેલા ધારાસભ્ય ફુલ એક્શન મોડમાં આવી ગયા છે. ભાજપના ધારાસભ્યે અધિકારીને ફોન કરીને ચેતવણી આપી છે કે સાંજ સુધીમાં ખુલ્લામાં ચાલતા તમામ નોનવેજના સ્ટોલ હટી જવા જોઈએ.

જયપુરની હવામહલ સીટથી ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યએ સરકારી અધિકારીને ફોન કરી ચેતવણી આપી કે રસ્તા પર કોઈપણ નોનવેજ ફુડ વેચાવુ ન જોઈએ. સાંજ સુધીમાં તમામ ગલીઓ સાફ થઈ જવી જોઈએ. તેમણે અધિકારીને ફોન કરીને ખુલ્લામાં ચાલતા આવા નોનવેજના તમામ સ્ટોલ હટાવવાનો આદેશ આપ્યો છે. તેમણે અનેક લોકોની વચ્ચે જ અધિકારીને ફોન લગાવ્યો અને પૂછ્યુ,” રોડ પર ખુલ્લામાં નોન વેજ વેચી શકાય ખરુ? હાં કે ના માં જવાબ આપો. શું તમે આનુ સમર્થન કરો છો? તાત્કાલિક અસરથી ખુલ્લામાં નોનવેજની એકપણ દુકાનો દેખાવી ન જોઈએ. હું સાંજ સુધીમાં ફરી તમારી પાસેથી રિપોર્ટ લઈશ. મને કોઈ ફર્ક નથી પડતો કે કોણ અધિકારી છે”

600 વોટથી ચૂંટણી જીત્યા છે બાલમુકુંદ

આપને જણાવી દઈએ કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં જયપુરની હવામહલ વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્ય 600 મતથી ચૂંટણી જીત્યા છે. તેમણે કોંગ્રેસના આર.આર. તિવારીને 600 વોટથી હરાવ્યા છે.

આ પણ વાંચો: બાબા બાલકનાથ વિશે જાણો આ 5 ખાસ વાતો- વાંચો રાજસ્થાનના યોગીની કહાની

ઓવૈસીએ બાલમુકુંદના આદેશને ગણાવ્યો અયોગ્ય

નવનિયુક્ત ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યનો વીડિયો વાયરલ થતા Aimimના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ તેના પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યુ કે આ ખોટુ છે. જો કોઈને નોનવેજ ફુડનો સ્ટોલ લગાવવો હોય તો કોઈ તેને રોકી ન શકે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video