પેપર લીકનો મસમોટો ગુનાહિત ઈતિહાસ ધરાવનારને કેમ અપાયું પેપર છાપવાનું કામ? મુદ્રેશ પર કોના છે ચાર હાથ?

|

Dec 22, 2021 | 10:10 AM

પેપર લીકનો મસમોટો ઈતિહાસ ધરાવતા સુર્યા ઓફસેટ અને તેના માલિક મુદ્રેશને કેમ પેપર છાપવાનું કામ અપાયું હતું એના પર સવાલ ઉભા થઇ રહ્યા છે.

Head clerk paper leak: ગૌણ સેવા પસંદગી મંડળના (GSSSB) હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. હેડ ક્લાર્કનું લીક થયેલું પેપર છપાયું તે સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસના માલિક મુદ્રેશ પુરોહિતને ઝડપી પાડવામાં આવ્યો છે. સૂર્યા ઓફસેટ (surya offset printers) પેપર લીક કરવાના મુદ્દે અનેકવાર વિવાદમાં આવી ચૂક્યું છે. તેમ છતાં અહીં જ પેપર છપાતા હોવાથી ચર્ચા જન્મી છે.

જણાવી દઈએ કે ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરા અને ભાજપના જ ધારાસભ્ય બાબુ જમના સહિતના અનેક નેતાઓના મુદ્રેશ પર ચાર હાથ હોવાનું જાણવા મળ્યું છે. જેથી તેને ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોના પેપર છપાવવાનું પણ કામ સોંપાતું હતું એવું કહેવામાં આવી રહ્યું છે. તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું છે કે, રાજસ્થાનમાં પણ જે પેપર લીક થયું હતું તેનો કોન્ટ્રાક્ટ પણ સરકારી પ્રિન્ટિંગ પ્રેસ હોવા છતાં મુદ્રેશ પુરોહિતને જ સોંપાયો હતો.

વર્ષ 2015માં ક્લાસ 1-2નું પેપર પણ મુદ્રેશના પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ લીક થયું હતું. જેમાં મુદ્રેશને બચાવવા તેના જ પ્રેસના કિશોર આચાર્ય સિવાયનો અન્ય એક કર્મચારી રાજસ્થાન જેલમાં હવા ખાઇ ચૂકયો છે. આમ અનેકવાર મુદ્રેશની કંપનીમાંથી પેપર લીક થાય છે તેમ છતાં રાજકારણીઓને માત્રને માત્ર સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસને કોન્ટ્રાક્ટ આપવા પાછળ શું ઇરાદો છે તેની પોલીસ પૂછપરછ કરી રહી છે.

 

આ પણ વાંચો: Surat : વધુ એક વેપારીનું 40 લાખમાં ઉઠમણું, વેપારી પાસેથી માલ લઇ પૈસા આપવાના બદલે જાનથી મારી નાખવાની ધમકી આપી

આ પણ વાંચો: બ્રિજ તૂટવાની ઘટનામાં મોટા ખુલાસા: આટલા કરોડમાં આ કોન્ટ્રાક્ટરને અપાયું હતું કામ, નિર્ધારિત સમયમાં કામ નથી થયું પૂર્ણ!

Next Video