ગુજરાતમાં બાગેશ્વર સરકાર કે જે પોતાના ચમત્કારોથી જાણીતા થયેલા બાબા બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી 26 મેથી 2 જૂન સુધી ગુજરાતના પ્રવાસે છે. બાબાના ગુજરાત પ્રવાસ પહેલા રાજ્યના 3 મહાનગરોમાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને બાબાના ભવ્ય દરબારની તૈયારી તેજ થઈ છે તો ધીરેન્દ્ર શાસ્ત્રીના રોકાણ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બાબા માટે આલિશાન અને વૈભવશાળી વિશ્રામગૃહ તૈયાર કરાઇ રહ્યું છે, જ્યાં બાબા રોકાણ કરશે. તો બાબાના કાર્યક્રમમાં નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે.
આયોજકોનો દાવો છે કે CM, પાટીલ સહિત નેતાઓને કાર્યક્રમ માટે આમંત્રણ અપાશે. પરંતુ પોતાના ચમત્કાર માટે જાણીતા બાબાના આગમન પહેલા જ તેમની સામે વિરોધનો વંટોળ સર્જાયો છે. એક તરફ બાબાને પડકાર ફેંકનાર સહકારી આગેવાન પરસોત્તમ પીપળીયા પોતાને ધમકી મળ્યાનો દાવો કરે છે તો બીજી તરફ અમદાવાદના તબીબે બાબાને પડકાર ફેંકીને કીડની અને કેન્સરના દર્દીઓના દુઃખ દૂર કરવાની વાત કરી છે. આ બધાની વચ્ચે કરણી સેના બાબાના સમર્થનમાં આવી છે. કરણી સેનાએ બાબાનો વિરોધ કરનારાને સીધા દોર કરવાની ચીમકી આપી દીધી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
Published On - 10:40 pm, Wed, 17 May 23