સુરતમાં વાયબ્રન્ટ પહેલાં પ્રિ વાયબ્રન્ટ સમિટ: ટેક્સટાઇલ ઉદ્યોગને ફરી ધમધમતો બનાવવા વૈશ્વિક આહ્વાન
સુરતમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રિ-ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઇલ સમિટમાં ત્રણ વિષયો પર ચર્ચા થશે.
Surat: સુરત ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (vibrant gujarat global summit 2022) પ્રિ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્ઝીબિશન સેન્ટર ખાતે એક દિવસિય વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઇલ સમિટનું આયોજન કરાયું છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે આ સમિટનો પ્રારંભ કરાવાશે. આ સમિટમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ સહિતના મંત્રી મંડળના પ્રધાનો ઉપસ્થિત રહેશે.
વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઇલ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતનુ ટેક્સટાઇલ સેક્ટર વૈશ્વિક રોકાણો માટેનું પ્લેટફોર્મ બની રહે તે છે. સમિટમાં દેશના ટેક્સટાઇલ ક્ષેત્રને પનુઃવ્યાખ્યાયિત કરવા પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ ગ્લોબલ સોર્સિંગ હબ તરીકે ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગને વિકસાવવા પર અને ટેક્સટાઇલ સેક્ટરમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સાથે વેપારનો વ્યાપ વધારવા પર ચર્ચા કરવામાં આવશે.
જેમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે વિખ્યાત સુરત મહાનગરના ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્ઝીબિશન સેન્ટર ખાતે આયોજિત આ એક દિવસીય સમિટનો બુધવારે સવારે 10 કલાકે ભૂપેન્દ્ર પટેલ આરંભ કરાવવાના છે. આ એક દિવસીય પ્રિ-ઇવેન્ટ સમિટમાં દિવસ દરમ્યાન ત્રણ ચર્ચા સત્રો-પેનલ ડિસ્કશન્સ યોજાશે.
આ પણ વાંચો: લો બોલો, આ શહેરમાં બાલ્કનીમાં કપડાં સુકાવવા પર લાગશે દંડ, આ કામ ઉપર છે પણ મનાઈ, જાણો શું છે આ પાછળનું કારણ
આ પણ વાંચો: શિયાળામાં ખાવામાં આવતી લીલી ડુંગળી પોષક મૂલ્યોથી છે ભરપૂર, તેના સ્વાસ્થ્ય લાભો જાણીને ચોંકી જશો