ગુજરાતમાં ઠંડીને લઇ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, આ વર્ષે ઠંડી છેલ્લા 25 વર્ષનો તોડશે રેકોર્ડ
રાજ્યમાં ઠંડીનો વરતારો શરૂ થઈ ગયો છે. સવારે અને સાંજના ટાઈમે ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યુ કે ગ્લોબલ વોર્મિંગના ખ્યાલને ઓછો કરે તેવી ઠંડી પડશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યુ કે આ વખતની ઠંડી ગ્લોબલ વોર્મિંગના ખ્યાલને ઓછો કરી નાખે તેવી રહેશે. ઉત્તર ગુજરાતમાં સખત ઠંડી પડી શકે છે. ઉત્તરીય પ્રદેશમાંથી આવતા ઠંડા પવનોની અસર હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઠંડીની અસર વર્તાશે. 22 ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે. 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ન્યૂનતમ તાપમાન 8 થી 10 ડિગ્રી રહેવાની શક્યતા રહેશે. ઠંડીની અસર ફેબ્રુઆરી સુધી રહેવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલે જણાવ્યુ કે આ શિયાળા દરમિયાન પશ્ચિમી વિક્ષેપો આવતા એક બાદ એક માવઠા થવાની શક્યતા રહેશે. માર્ચ એપ્રિલ મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. માર્ચ એપ્રિલ મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે.
ગરમીને કારણે રવિ પાકને નુકસાનની ભીતિ
હાલ ગરમીની વિપરીત અસર રવિ પાક પર જોવા મળશે. ગરમીથી રવિ પાક મોડા પાકવાની શક્યતા છે. ઘઉં, જીરા અને અજમાના પાકને નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે. ઘઉં માટે 20 થી 25 ડિગ્રી તાપમાન રહે તે સારુ ઉત્પાદન થાય છે. પરંતુ ગરમીના કારણે રવિ પાકનું ઉત્પાદન ઘટવાની શક્યતા રહી શકે છે. 22,23,24 નવેમ્બર પછી ગરમી ઘટશે અને રવિ પાકને ફાયદો થઈ શકે છે. છેલ્લા 74 વર્ષમાં ઓક્ટોબર માસમાં જે ગરમી પડી રહી છે તે આ વર્ષે પણ પડી રહી છે. ઓક્ટોબર માસનો 74 વર્ષનો રેકોર્ડ ગરમીએ તોડ્યો છે. જૂલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર માસમાં ગરમીએ 21 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ વખતે શિયાળો ઠંડો રહેવાની શક્યતા છે. ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે.
Input Credit- Ravindra Bhadoria- Gandhinagar
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો