આજનું હવામાન : આજે ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના, જુઓ વીડિયો

|

Mar 02, 2024 | 10:09 AM

હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે.દરિયામાં 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ ભારે પવન સાથે અરબી સમુદ્રમાં ભેજના કારણે લોપ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે.

હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે.દરિયામાં 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ ભારે પવન સાથે અરબી સમુદ્રમાં ભેજના કારણે લોપ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ સહિતના જિલ્લાઓમાં માવઠું થાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, બોટાદ, જુનાગઢ, ખેડા,મોરબી, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી, ગાંધીનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ અમદાવાદ, અરવલ્લી, કચ્છ, વડોદરા સહિતના જિલ્લાઓ 28 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ અમરેલી, આણંદ, બોટાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video