આજનું હવામાન : રાજ્યભરમાં હોળી સુધીમાં કાળઝાળ ગરમી પડે તેવી સંભાવના, જુઓ વીડિયો

|

Mar 15, 2024 | 10:08 AM

રાજ્યભરમાં ગરમીના તાપમાનમાં સતત વધારો જોવા મળે તેવી સંભાવના છે. આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તેમજ અમદાવાદમાં 3 દિવસમાં તાપમાન 37 ડિગ્રીને પાર જાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે.રાજ્યભરમાં ગરમીના તાપમાનમાં સતત વધારો જોવા મળે તેવી સંભાવના છે. આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તેમજ અમદાવાદમાં 3 દિવસમાં તાપમાન 37 ડિગ્રીને પાર જાય તેવી સંભાવના છે.સુરતમાં 35.2 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું છે. તેમજ અમદાવાદમાં 34.5 અને રાજકોટમાં 34.3 તાપમાન નોંધાયું છે. સરેરાશ લઘુત્તમ તાપમાનમાં પણ 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ,અરવલ્લી,ભરુચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા,રાજકોટ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી,આણંદ,ગાંધીનગર,જામનગર,જુનાગઢ, કચ્છ, મોરબી,મહેસાણા,પાટણ, સાબરકાંઠા, તાપી સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video