Gujarat Election 2022: હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ, કહ્યુ-‘વિરમગામ બેઠક પર લોકો પરિવર્તન ઇચ્છે છે’

|

Dec 05, 2022 | 8:34 AM

Gujarat assembly election 2022: ભાજપ નેતા હાર્દિક પટેલ વિરમગામથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે વિરમગામમાં મતદાન મથકે પહોંચેલા હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ અને તેમના પરિવારજનોએ હાર્દિક પટેલના જીતની આશા વ્યક્ત કરી હતી.

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની કામગીરી શરુ થઇ ગઇ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર આજે વિધાનસભાનો જંગ ખેલાવાનો છે. બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો મતદાન કરવાના છે. બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. જે પૈકી ભાજપ નેતા હાર્દિક પટેલ વિરમગામથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે વિરમગામમાં મતદાન મથકે પહોંચેલા હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ અને તેમના પરિવારજનોએ હાર્દિક પટેલના જીતની આશા વ્યક્ત કરી હતી.

હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ છે કે, કોંગ્રેસથી કંટાળી ગયેલા લોકો આ વખતે વિરમગામમાં પરિવર્તન લાવશે. કિંજલ પટેલે કહ્યું કે, 10 વર્ષથી વિરમગામમાં ભલે કોંગ્રેસની સીટ રહી હોય. પરંતુવિરમગામમાં 10 વર્ષથી વિકાસના કામો ન થતા લોકો હવે કોંગ્રેસથી ત્રસ્ત છે. જેથી આ પરિસ્થિતિને બદલવા લોકો પરિવર્તન લાવશે. જે 8 ડિસેમ્બરે જોવા મળશે. તો હાર્દિકના માતાએ કહ્યું વિરમગામના દિકરાને લોકો જીત અપાવશે.

વિરમગામમાં હાર્દિક પટેલના વિરોધના પોસ્ટર લાગવા અંગે કિંજલ પટેલે જણાવ્યુ કે, વિરોધ કરનારાઓનું કામ જ છે વિરોધ કરવાનું. એનાથી કોઇ ફરક નથી પડતો.પણ જીત માટે અમે સ્પષ્ટ છીએ. મહત્વનું છે કે, અમદાવાદની વિરમગામ બેઠકના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલનો છેલ્લી ઘડીએ વિરોધ થયો હતો. વિરમગામમાં હાર્દિક પટેલ વિરોધી પોસ્ટર લાગ્યા હતા.. આ બેનર પાટીદાર અનામત આંદોલન સમિતિના નામથી લગાવાયા હતા. જેમાં હાર્દિક પટેલને ચૂંટણીમાં હરાવવાની વાત કરવામાં આવી હતી. બેનરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતુ કે 14 પાટીદારનો હત્યારો જનરલ ડાયર કોણ છે? તે હાર્દિક પટેલ જાહેર કરે. જ્યાં સુધી શહીદોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હાર્દિક મત ન આપવાની વાત કરવામાં આવી છે..

Next Video