Banaskantha: ચોમાસામાં સતત પડેલા વરસાદથી વાવ પંથકના ખેડૂતો ચિંતિત, ખેતરો બેટમાં ફેરવાતા ચોમાસુ સીઝન નિષ્ફળ

|

Sep 27, 2022 | 10:17 AM

બનાસકાંઠાના (Banaskantha) વાવના ઉચપા ગામે ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ જવાથી ખેડૂતો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ચોમાસામાં સતત પડેલા વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ (Monsoon 2022) સારુ રહ્યુ છે. ગુજરાતમાં 100 ટકા કરતા વધુ વરસાદ (Rain) વરસી ગયો છે. તો ચોમાસાએ ગુજરાતમાં ક્રમશ: વિદાય લેવાની શરુઆત પણ કરી દીધી છે. જો કે જતા જતા પણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદ ખેડૂતો (Farmers) માટે વિલન બનીને આવ્યો છે. કારણકે સોમવારે પડેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોનો ચોમાસાનો પાક (Crop) નિષ્ફળ ગયો છે. બનાસકાંઠામાં પણ વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયુ છે.

ખેડૂતોના પાકને નુકસાન

બનાસકાંઠાના વાવના ઉચપા ગામે ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ જવાથી ખેડૂતો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ચોમાસામાં સતત પડેલા વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે..જેના કારણે ચોમાસુ પાક નિષ્ફળ જવાના આરે છે. ખેતરોમાં હજુ વરસાદી પાણી હોવાથી ખેડૂતોને વાવેતર કરવું મુશ્કેલ બન્યું છે. ખેતરોમાં પાણી ન ઓસરતા ખેડૂતોની હાલત દયનિય બની છે..પાણી ભરાવાના કારણે જમીનને પણ મોટાપાયે નુકસાન થયું છે. પાણી કયારે ઓસરશે તેની હવે ખેડૂતો રાહ જોઈને બેઠા છે.

હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

ક્રમશ: વિદાય લેતા ચોમાસાને લઇને રાજ્યમાં આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. તેમજ અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે.

Next Video