Dang : ભારે વરસાદના કારણે બિસમાર બનેલા રસ્તાઓનું સમારકામ પુરજોશમાં શરૂ કરાયું,85 ટકા પેચ વર્ક પૂર્ણ કરાયાનો તંત્રનો દાવો

જરાતમાંથી ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે ડાંગ જિલ્લાભરમાં વરસાદી માહોલ છવાયો હતો. હિલ સ્ટેશન સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. પ્રથમ નવરાત્રીના જ મેઘરાજાનું થયું આગમન થયું હતું. વરસાદ પડતા જ ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી હતી.

Dang : ભારે વરસાદના કારણે બિસમાર બનેલા રસ્તાઓનું સમારકામ પુરજોશમાં શરૂ કરાયું,85 ટકા પેચ વર્ક પૂર્ણ કરાયાનો તંત્રનો દાવો
At present patch work of 85 percent of the road has been completed
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 8:34 AM

ડાંગ(Dang) જિલ્લામાં બિસમાર માર્ગો ને લઈને વાહનચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. જોકે માર્ગમકાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ પેચવર્ક નું કામ ચાલુ છે પરંતુ વરસાદને કારણે થોડો વિલંબ થઈ રહ્યો છે. રાજ્યના ચેરાપુનજી ગણાતા ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે સ્ટેટ અને નેશનલ હાઇવેનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. ખાસ કરીને જિલ્લાના મુખ્ય મથક આહવા ને જોડતા માર્ગો ઉપર દિવસ રાત લોકોની અવરજવર રહેતી હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. પ્રવાસન સ્થળોએ આવતા પ્રવાસીઓ , શાળા કોલેજમાં અવરજવર કરતા વિદ્યાર્થીઓ, સ્થાનિક રહીશો ઉપરાંત જિલ્લામાં વેપાર માટે આવતા ભારે વાહનો પણ આ માર્ગો નો ઉપયોગ કરે છે. આ વર્ષે ધોધમાર વરસાદને પગલે જિલ્લાના કુલ 155 કિમિ રાજ્ય ધોરી માર્ગને મોટું નુકસાન થયું છે, મુખ્ય મથક આહવાને જોડતા માર્ગ ઉપર લોકોને પડતી હાલાકી ને જોતા આ રસ્તા વહેલી તકે રીપેર કરવામાં આવે એવી લોકોની માંગ છે.

હાલ 85 ટકા પેચ વર્ક થયું

લોકોને પડતી હાલાકી ને જોતા ડાંગ માર્ગમકાન વિભાગ દ્વારા આહવા થી વઘઇ માર્ગ ઉપર પેચ વર્ક કામ ચાલુ કરવામાં આવ્યું છે, જોકે અધિકારીના જણાવ્યા મુજબ જિલ્લામાં પડતા વરસાદ ને કારણે કામમાં વિલંબ થઈ રહયો છે. તેમ છતાં 85 ટકા પેચ વર્ક થઈ ચૂક્યુ છે વરસાદ બંધ પડતાજ તમામ માર્ગો ઉપર કામગીરી પૂર્ણ કરવામાં આવશે : એસ.આર.પટેલ ( કા.ઇ.માર્ગમકાન વિભાગ ડાંગ)

નવરાત્રીમાં પણ વરસાદે વિરામ ન લીધો

આ તરફ હવામાન વિભાગે પણ પણ કેટલાક વિસ્તારમાં માત્ર વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે. જરાતમાંથી ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે ડાંગ જિલ્લાભરમાં વરસાદી માહોલ છવાયો હતો. હિલ સ્ટેશન સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. પ્રથમ નવરાત્રીના જ મેઘરાજાનું થયું આગમન થયું હતું. વરસાદ પડતા જ ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી હતી.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

દાંડીરોડ ઉપર વૃક્ષ ધરાશાયી થવાનો ભય

ઐતિહાસિક દાંડીરોડ ઉપર એક મહિનાથી વધુ સમયથી મૂળમાંથી ઉખડીને અન્ય વૃક્ષના સહારે અટકી રહેલા આંબલીના વૃક્ષથી ગંભીર અકસ્માત થવાની ભીંતિ સેવાઈ રહી છે. કોઈ નિર્દોષ વાહન ચાલકો તેનો ભોગ બને તે પહેલાં સબંધિત તંત્ર દ્વારા આ જોખમી વૃક્ષને કાપીને દૂર કરાય તેવી લોક માંગ ઊઠી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">