સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતાં ડેમની જળ સપાટી 132.60 મીટરે પહોંચી, જુઓ Video

|

Aug 28, 2023 | 11:56 PM

સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જેની સામે હાલ જેમની જળ સપાટી 132.60 મીટરે પહોંચી છે. ડેમમાં સતત પાણીની આવકના કારણે સપ્ટેમ્બર મહિનામાં સરદાર સરોવર નર્મદા ડેમ ભરાય તેવી શક્યતા છે.

Narmada : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની ( Sardar Sarovar Dam) જળ સપાટી 132.60 મીટરે પહોંચી છે. 27 ઓગસ્ટે ડેમની જળ સપાટી 132.54 નોંધાઈ હતી. ત્યારે ડેમમાં સતત પાણીની આવક રહેતા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ડેમમાં હાલમાં 59 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, તો તેની સામે ડેમમાંથી 60 હજાર ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.

આ પણ વાંચો Gujarati Video : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 132.54 મીટરે પહોંચી, નર્મદા બંધમાં હાલ 85,750 ક્યુસેક પાણીની આવક

સપ્ટેમ્બરમાં નર્મદા ડેમ ભરાય તેવી શક્યતા

સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જેની સામે હાલ જેમની જળ સપાટી 132.60 મીટરે પહોંચી છે. ડેમમાં સતત પાણીની આવકના કારણે સપ્ટેમ્બર મહિનામાં સરદાર સરોવર નર્મદા ડેમ ભરાય તેવી શક્યતા છે. ડેમની જળ સપાટીમાં વધારો થતાં આવનાર સમયમાં પાણીની સમસ્યા નહિવત રહેશે.

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:55 pm, Mon, 28 August 23

Next Video